સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક ખૂબ જ મોટો ઉત્સવ એટલે રાજકોટનો લોકમેળો
સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક ખૂબ જ મોટો ઉત્સવ એટલે રાજકોટનો લોકમેળો. મેળો એટલે મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઇ રહેવાનું સ્થળ.., રાજકોટનો લોકમેળો નાના-મોટા, ગરીબ, અમીર સૌ સાથે મળી રાંધણ છઠ્ઠથી દશમ સુધી મેળાની મુલાકાત અવશ્ય લે છે. લોકોનુ હૈયે હૈયુ દળાઇ તેવી જનમેદની એ આ પાંચ દિવસ જોવા મળે છે અને લોકો જીવનની આ પળો બાળકો, વૃધ્ધો, કિશોરો સૌની જિંદગીની અમૂલ્ય યાદ બની ને રહે જાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં જબરો ઉત્સાહ છવાયેલ હોય લોકમેળાની રંગત લેવા માટે લોકોનો અવિરત પ્રવાહ રેસકોર્ષ ગ્રાઉન્ડ તરફ વહી રહ્યો છે. લોકમેળામાં ચકરડી, ફજેતફાળકા ટોરા ટોરા, મોતનો કુવો, ઝૂલા સહિતની અવનવી રાઈડસની મજા લોકો લઈ રહ્યા છે. મેળામાં આઈસ્ક્રીમ અને ખાણી-પાણીની લીજજત પણ લોકો માણી રહ્યા છે.આજે જન્માષ્ટમીના દિવસે લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો આવે તેવો તંત્રનો અંદાજ છે
સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાજકોટમાં યોજાતા લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે સારા વરસાદથી ખેડૂતો સહિત તમામ લોકોમાં ધંધા-રોજગાર ધમધમવાની આશા જાગી છે. જેને પગલે રાજકોટના મેળાને મહાલવા આ વર્ષે પાંચ દિવસ દરમિયાન 10-12 લાખ લોકો ઉમટી પડશે તેવો રાજકોટ જીલ્લા લોકમેળા સમિતિ દ્વાર દાવો કરવામાં આવ્યો છે. લોકમેળો લૂંટ મેળો ન બને તે માટે લોકમેળાની યાંત્રિક રાઈડ્સના ટીકીટના દરમાં કોઇ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી. વહીવટી તંત્ર દ્વારા અગાઉ રાઈડ્સ માટે જે રુા. 20 અને 30ની ટીકીટનો દર નિયત રખાયો હતો.