નમસ્કાર સમાચાર જરા હટ કે માં આપનું સ્વાગત છે. મિત્રો શુ તમે કયારેય કબ્રસ્તાનમાં ચા પીવાની મજા માણી છે.. આ મજાક નથી પણ સત્ય છે.. ગુજરાતની રાજધાની અમદાવાદમાં આવેલ ધ ન્યૂ લકી રેસ્ટોરેંટને જોઈને તમે વિચારવા મજબૂર થઈ જશો કે આ કોઈ કબ્રસ્તાન તો નથી ને.. મિત્રો આ ખૂબ જૂનુ રેસ્ટોરેંટ છે. લગભગ પાંચ દસકા જુનુ આ ધ ન્યૂ લકી રેસ્ટોરેંટના 45 વર્ષ જૂના ગ્રાહક બતાવે છે કે જ્યારે તેમને અહી આવવુ શરૂ કર્યુ હતુ ત્યારે અહી ફક્ત ચા ની એક નાનકડી દુકાન ચાલતી હતી..
લોકો કબરની આસપાસ બેસીને આરામથી ચા પીતા હતા.. . સમય બદલાયો... અને આજે આ નાનકડી દુકાન અમદાવાદની ફેમસ ધ ન્યૂ લકી રેસ્ટોરેંટ થઈ ગઈ છે. ધ ન્યૂ લકી રેસ્ટોરેંટના કબરો વચ્ચે બનેલ અનોખુ સિટિંગ અરેંજમેંટ એટલુ એટ્રેક્વિ છે કે જેને કારણે લોકો દૂર દૂરથી અહી ચા ની ચુસ્કી લેવા આવે છે. આ અનોખો કૉન્સેપ્ટ ફક્ત વડીલોમાં જ નહી પણ યુવાઓમાં પણ ખૂબ ફેમસ છે.
અનેક લોકો તો આ કબ્રસ્તાનની અંદર આવેલ ધ ન્યૂ લકી રેસ્ટોરેંટને ખુદને માટે લકી માને છે અને કોઈપણ પ્રકારનું જરૂરી કામ કરતા પહેલા અહી આવીને ચા પીવે છે. આ રેસ્ટોરેંટમાં કુલ 26 કબર છે. જેનો ખ્યાલ રેસ્ટોરેંટનો સ્ટાફ પોતે રાખે છે. સ્ટાફના મગજમાં ફ્લોર પર બનેલ આ કબરનો નકશો એવો ફિટ છે કે તે સહેલાઈથી આ કબર વચ્ચે થઈને ઓર્ડર ટેબલ સુધી પહોંચાડી દે છે.
આ લકી રેસ્ટોરેંટ વિશે એક ખાસ વાત એ પણ બતાવાય છે કે એક જમાનામાં જાણીતા પેંટર એમએફ હુસૈન પણ ધ ન્યૂ લકી રેસ્ટોરેંટના પ્રશંસક હતા અને અવાર નવાર ત્યા ચા પીવા જતા હતા. તેમને આ સ્થાન એટલુ પસંદ હતુ કે તેમણે અહી બેસીને પેંટિગ્સ પણ બનાવી. જેમાથી કેટલીક પેંટિગ્સ તેમણે રેસ્ટોરેંટને ભેટ સ્વરૂપ પણ આપી છે...
જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી..