5 વર્ષ સુધીના બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી વિદ્યાર્થીઓની વાર્ષિકની જગ્યાએ માસિક ફી લેવી જોઈએ; વાલી મંડળની માંગ
7 જૂનથી ગુજરાત બોર્ડનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. નવા વર્ષની શરૂઆત અગાઉ અનેક સ્કૂલો વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી છે. 7 જૂનથી વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવશે ત્યારે વાલી મંડળ દ્વારા 5 વર્ષ સુધીના બાળકોને ઓનલાઇન અભ્યાસ બંધ કરવા અને માસિક ફી લેવા માટે માંગણી કરી છે. કોરોના કાળમાં વાલીઓની આર્થિક પરિસ્થિતીને આધારે સ્કૂલોએ માસિક ફી લે લેવી જોઈએ. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે . જેમાં જણાવવામાં આવ્યું છે કે, 7 જૂનથી ફરીથી સ્કૂલો શરૂ થશે ત્યારે તમામ બાળકોને ઓનલાઇન જ ભણાવવામાં આવશે.
5 વર્ષથી નીચેના બાળકોને પણ ઓનલાઇન ભણાવવામાં આવે છે. ત્યારે આ બાળકોને ઓનલાઇન શિક્ષણમાંથી મુક્તિ આપવી જોઈએ. ફીઝીક્લ શિક્ષણ ચાલુ થાય ત્યારે સીધા જ બાળકોને સ્કૂલમાં બોલાવવા જોઈએ. ઉપરાંત કોરોનાને કારણે લોકોની નોકરી ધંધાના કારણે આવક પર પણ પડી છે. ત્યારે શિક્ષણમંત્રીને સંવેદનશીલ બનીને વાલીઓની વ્હારે આવવુ જોઈએ અને સ્કૂલો દ્વારા માસિક ફી જ લેવામાં આવે તેવો આદેશ કરવો જોઈએ.ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, વર્ષથી સુધીના બાળકોને ઓનલાઇન અભ્યાસમાં એટલી ખબર પડતી નથી તો શા માટે ભણાવવામાં આવે છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે અનેક સ્કૂલોએ અત્યારથી જ આખા વર્ષની એડવાન્સ ફી લેવાની શરૂ કર્યું છે. તો એડવાન્સ ફી ના લઈને માસિક ફી લેવી જોઈએ જેથી વાલીઓના માથે ભારણના વધે.