ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 30 જૂન 2020 (12:20 IST)

ચાઈનીઝ એપ પર પ્રતિબંધ બાદ ઝૂમ એપ પર ઓનલાઈન શિક્ષણ બંધ થયું

કોરોના વાયરસના સંક્રમણને પગલે શાળાઓ તથા અન્ય શૈક્ષણિક કાર્ય ઓનલાઈન થવાનું શરુ થયું છે. ત્યારે તેના માટે શાળાઓ તથા અન્ય ક્લાસિસ તરફથી ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ એપ્લિકેશનમાં મોટાભાગે ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આ એક ચાઈનીઝ એપ છે. બીજીતરફ કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે કેટલાક સ્કૂલઓએ ઝૂમ એપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી નિરમા સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકવાથી અમે બે દિવસમાં ઝૂમ એપ બંધ કરી રહ્યા છે. એટલે કે 30 જૂન મંગળવારથી 1 જૂલાઈ બુધવાર સુધી ઓનલાઈન શિક્ષણ નહીં આપી શકાય છે. પરંતુ 2 જુલાઈથી ફરીથી ક્લાસ શરૂ કરવામાં આવશે. સ્કૂલ હાલમાં ઓનલાઈન એજ્યુકેશન માટે નવું પ્લેટફોર્મ શોધી રહ્યું છે.