ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (20:43 IST)

સરકારન કૃષિ રાહત પેકેજની જાહેરાત બાદ ખેડૂતો નારાજ, કહ્યું 1 લાખમાં શુ થશે?

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં ૨૨૦ કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ખાસ કરીને બાગાયતી પાકને જે વ્યાપક નુકસાન થયું છે તેમાંથી રાજ્યનો ખેડૂત ઝડપથી બેઠો થાય તે હેતુથી ઉનાળુ પિયત પાકોને ઉત્પાદન નુકસાન સહાય, બાગાયત પાકોમાં ફળ-ઝાડ પડી જવાથી નુકસાન સહાય સહિતની બાબતો આ ઉદારત્તમ એવા વાવાઝોડા કૃષિ રાહત પેકેજમાં આવરી લેવામાં આવી છે. 
 
 
જો કે, આ પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી મહત્તમ સહાયને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, રાજ્ય સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામા આવી છે તે અપૂરતી હોવાની ખેડૂતોની રજૂઆત છે.
 
નુકસાની બદલ ખેડૂતને કેટલી સહાય મળશે?
રાજય સરકાર દ્વારા આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.
 
બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. ૩૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. 
 
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયને નારાજ ખેડૂતોએ કહ્યું હતું કે સરકારે પહેલાં સર્વે કરાવ્યો કે કેટલી સહાય આપવી જોઇએ. આમ કરાવીને ખેડૂતોની મજાક ઉડાવીને છે અને આ ખેડૂતોનું અપમાન કહેવાય. અમારા વિસ્તારમાં 15 થી 20 વર્ષ થી કેરીના આંબા નો ઉછેર કર્યો હતો કેળ,ચીકુડી,નારયેળી આ બધું નાશ થયો છે. તો કેવી રીતે 1 લાખ માં શુ થશે? મર્યાદા પણ 2 હેકટર હોઈ કોઈ કાળે ખેડૂત ઉભો નહિ થાય.
 
આ રકમ તો ખૂબ જ સામાન્ય છે આ તો ખેડૂતોની મજાક ઉડાવી છે. સરકારે ખરેખર પહેલા ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ જોવી જોઈએ ત્યાર પછી પેકેજ જાહેર કરવું જોઈએ.