રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જુલાઈ 2019 (16:35 IST)

ગુજરાતમાં વિકાસની મોટી ગુલબાંગોઃ 1,42,142 બાળકો કુપોષણનો શિકાર- જાણો ક્યાં સૌથી વધુ

રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા જાહેર થતાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જ્યારે અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના જુદા જુદા જિલ્લામાં સૌથી વધુ બાળકો કુપોષણનો શિકાર દાહોદ જિલ્લામાં બન્યા છે. દાહોદ જિલ્લામાં 14,191 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. ગામડાઓ કરતાં મહાનગરમાં કુપોષણની સ્થિતી વધુ ચિંતાજનક છે.

રાજ્યના મહાનગરમાં અમદાવાદમાં 1,925 બાળકો કુપોષણનો શિકાર છે સુરતમાં 5318 રાજકોટમાં 3021 વડોદરમાં 6154 બાળકો કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે. મહાનગરોની સ્થિતી પણ ચિંતાજનક છે. એક બાજુ સરકાર મીડ ડે મીલ જેવા કાર્યક્રમો ચલાવી બાળકોને પૂરતું પોષણ આપવાનો દાવો કરે છે પરંતુ રાજ્યના કુપોષણના આંકડા ચિંતાજનક છે.ગુજરાત વિધાનસભામાં પ્રશ્નાવલી દરમિયાન આંકડાઓ સામે આવ્યા છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના આંકડા સરકારના વિકાસની વાતોના દાવા ખુલ્લા પાડે છે. નર્મદા જિલ્લામાં 12667 બાળકો કુપષોણનો શિકાર છે, આદિવાસી વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. જોકે, આ રેસમાં મહાનગરો પણ બાકાત નથી. શહેરોમાં સૌથી વધુ વડોદરામાં બાળકો કુપોષિત છે.રાજ્યસરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદમાં છે. દાહોદમાં 14191 બાળકો કુપોષિત છે જ્યારે રાજ્ય માં કુપોષણ થી પીડાતા બાળકો ની સંખ્યા આણંદ 6026 વલસાડ 1582 કચ્છ 2414 પાટણ 4334 બનાસકાંઠા 6071 મહેસાણા. 1248 ખેડા. 7021 મહીસાગર. 4098 અમરેલી. 2236 બોટાદ. 758 જામનગર. 2704 દેવભૂમિ દ્વારકા 1618 અમદાવાદ 1925 ગાંધીનગર. 4265 સાબરકાંઠા 7797 અરવલ્લી 3551 છોટા ઉદેપુર. 7031 નર્મદા 12673 સુરેન્દ્રનગર 5549 ભરૂચ. 3560 નવસારી. 1321 દાહોદ. 14191 પંચમહાલ. 6156 જૂનાગઢ. 2278 પોરબંદર 469 તાપી 3194 ડાંગ. 3324 મોરબી. 1438 રાજકોટ. 3021 ગીર સોમનાથ 1076 ભાવનગર. 7041 વડોદરા 6854 સુરત. 5318 બાળકો કુપોષિત છે.