Ind Vs NZ Live - Ind Vs NZ Live - 46 ઓવર પછી વરસાદ પડતા મેચમાં અવરોધ
વર્લ્ડકપના પ્રથમ સેમીફાઈનલમાં મંગળવાર મૈનચેસ્ટરમાં ન્યુઝીલેંડે ભારત વિરુદ્ધ ટૉસ જીતીન બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
- ગ્રાન્ડહૉમને 16 રને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો. ધોનીએ વિકેટ પાછળ કેચ ઝડપ્યો. આ સાથે જ 200 રન પર 5મી વિકેટ ગુમાવી રોસ ટેલરનાં 50 રન પુરા
-ન્યુઝીલેંડે ચોથી વિકેટ ગુમાવી, હાર્દિક પંડ્યાએ જેમ્સને કર્યો આઉટ
-જેમ્સ નીશામને હાર્દિક પંડ્યાએ 12 રને આઉટ કર્યો. કાર્તિકે પકડ્યો શાનદાર કેચ. 41 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 163/4, નિશામ 12 રન બનાવી પંડ્યાની ઓવરમાં થયો આઉટ, રોસ ટેલર 40 રને રમતમાં
- ચહલે વિલિયમ્સનને 67 રને આઉટ કર્યો. જાડેજાએ કર્યો કેચ
વિલિયમ્સનનાં 50 રન પુરા
ન્યુઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમ્સન અને રૉસ ટેલર ક્રીઝ પર છે. રવિન્દ્ર જડેજાએ હેનરી નિકોલસને આઉટ કરી ન્યુઝીલેંડની બીજી વિકેટ ઝડપી. નિલોકસ 28 રન બનાવીને બોલ્ડ થઈ ગયા. તેમને વિલિયમ્સન સાથે બીજી વિકેટ માટે રનની ભાગીદારી કરી. વિલિયમ્સને આ વર્લ્ડ કપમાં પોતાના 500 રન પુરા કરી લીધા. તે આંકડા સુધી પહોંચનારા ચોથા બેટ્સમેન છે. રોહિત શર્મા (647 રન)ને નામે સૌથી વધુ રન છે.
વર્લ્ડકપના પ્રથમ સેમીફાઈનલમાં મંગળવારે મૈનચેસ્સ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ સ્ટેડિયમમાં ન્યુઝીલેંડે ભારત વિરુદ્ધ ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો. ન્યુઝીલેંડના કપ્તાન કૈન વિલિયમ્સન અને હૈનરી નિકોલસ ક્રીઝ પર છે. જસપ્રીત બુમરાહે ચોથી ઓવરની ત્રીજી બોલ પર માર્ટિન ગુપ્ટિલને પેવેલિયન ભેગો કર્યો. ગુપ્ટિલ ફક્ત એક જ રન બનાવી શક્યો. વિરાટ કોહલીએ કેચ પકડ્યો.
LIVE માટે ક્લિક કરો
આ પહેલા ભારતે પ્રથમ જ બોલ પર રિવ્યુ ગુમાવ્યો. ભુવનેશ્વર કુમારે ગુપ્ટિલ વિરુદ્ધ એલબીડબલ્યુની અપીલ કરી. પણ બોલ લેગ સ્ટંપથી બહાર જઈ રહી હતી. થર્ડ અંપાયરે ગુપ્ટિલને નૉટઆઉટ જાહેર કર્યો. શરૂઆતી બે ઓવરમાં ન્યુઝીલેન્ડની ટીમ ખાતુ પણ ન ખોલાવી શકી.
કુલદીપના સ્થા પર ચહલ ટીમમાં
ભારતે ટીમમાં એક ફેરફાર કરતા કુલદીપ યાદવના સ્થાન પર યુઝવેન્દ્ર ચહલને ટીમમાં લીધો. ભારતીય ટીમમાં મોહમ્મદ શમીને પણ સ્થાન ન મળ્યુ. ન્યુઝીલેંડે પણ ટીમમાં એક ફેરફાર કર્યો. ટિમ સાઉદીની સ્થાન પર લૉકી ફર્ગુસનને ટીમમાં સામેલ કર્યો.
બંને ટીમ આ પ્રકારની છે
ભારત: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ
ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગપ્ટિલ, હેન્રી નિકોલસ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિચેલ સેન્ટનર, લૉકી ફર્ગ્યુસન, મેટ હેન્રી, ટ્રેન્ટ બૉલ્ટ