મગફળી કાંડમાં કોંગ્રેસે સરકારની તપાસને નાટક ગણાવી ધરણાં કર્યાં
રાજકોટના શાપરમાં નાફેડ દ્વારા રખાયેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં 4 કરોડની મગફળી બળીને ખાક થઇ ગઇ હતા. જેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. આજે કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સીઆઇડીને તપાસ સોંપી તપાસના નામે સરકાર નાટક કરી રહી છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
જેમાં ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીના ગોડાઉનમાં આગ મામલે ભાજપને કેટલો મળ્યો ભાગ જેવા પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગ મુદ્દે આગામી વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવશે. પરંતુ રાજકોટ યાર્ડમાં સળગેલા બારદાનના જથ્થા મામલે પણ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.