સુરતમાં એક જ ટ્રેક પર બે ટ્રેનો સામ-સામે આવી ગઈ
અમદાવાદ-મુંબઈના રેલવે ટ્રેક પર એક મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. મુંબઈ તરફ જઈ રહેલી અને મુંબઈથી આવી રહેલી બન્ને ટ્રેન સામે આવીને ઉભી રહી ગઈ. આ ઘટના સુરતના ડિંડોલી પાસે બની હતી. જેમાં બન્ને ટ્રેન વચ્ચે માંડ 150થી 200 મિટર જેટલું અંતર રહી ગયું હતું અને ડ્રાઈવરોની સમય સુચકતાના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. બન્ને ટ્રેનોમાં એક ગૂડ્સ ડ્રેન અને અજમેર બાંદ્રા ટ્રેન હતી હતી. આ ઘટના અંગેની વાત ટ્રનમાં બેઠેલા લોકોને ખબર પડતા તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ફટાફટ લોકો ટ્રેનમાંથી નીચે ઉતરીને હાશકારો થયો હતો.
બન્ને ટ્રેનો એકદમ સામ-સામે આવી ગઈ તેની પાછળ કોઈ ટેક્નિકલ ખામી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આવું કઈ રીતે સર્જાયું તે તો રેલવે વિભાગ દ્વારા તપાસ કરાયા પછી જાણી શકાશે.બનાવની જાણ થતાં રેલવે અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રેનોના ટ્રક ચેન્જ કરીને રેલવે વ્યવહાર ફરી શરુ કરાવાયો હતો.