સૌનૌ સાથ સૌનૌ વિકાસ વાઈબ્રન્ટ ગુજરાત, ગુજરાતમાં ૧૧,૪૭૫ વસતિ દીઠ એક જ સરકારી ડૉક્ટર
એક તરફ, વાયબ્રન્ટ ગુજરાત મેડિકલ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યુ છે તેવી મોટીમસ વાતો કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ,ગુજરાતની વાસ્તવિકતા એછેકે, ૧૧૪૭૫ની વસ્તી દીઠ એક જ સરકારી ડૉક્ટર ઉપલબ્ધ છે. નવાઇની વાત એછેકે, આર્થિક રીતે પછાત ગણાતાં રાજસ્થાન,આસામ,બંગાળ જેવા રાજ્યો કરતાં ગુજરાત આ મામલે પાછળ રહ્યુ છે. ગુજરાતમાં સરેરાશ ૧.૧૪ લાખની વસ્તીએ ૧૦ સરકારી ડૉક્ટરો સરકારી હોસ્પિટલમાં સેવા આપી રહ્યાં છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલ,૨૦૧૭ પ્રમાણે,દેશની સરકારી હોસ્પિટલોમાં એલોપેથિક સરકારી ડૉક્ટરોની સંખ્યા ૧૧૩૨૮ હતી.
ગુજરાતમાં સરકારી એલોપેથિક ડૉક્ટરોની સંખ્યા ૫૪૭૫ રહી છે. વસ્તીની ગિચતા આધારે જો હોસ્પિટલોમાં સરકારી ડૉક્ટરો હોય તો,લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે. સરકારી ડૉક્ટરો વિના તબીબી સેવાઓની ગુણવત્તા પર ખૂબ જ અસર થાય છે. કેરળમાં ૬૮૧૦ની વસ્તીએ એક સરકારી ડૉક્ટર છે,આસામમાં ૭૦૯૨ની વસ્તીએ દીઠ એક ડૉક્ટર,તામીલનાડુમાં ૯૫૪૪ દીઠ એક ડૉક્ટર સરકારી હોસ્પિટલમાં સેવા આપે છે. ગુજરાતમાં નેશનલ લેવલ ૧૧૦૯૭ દીઠ સરેરાશ એક ડૉક્ટર સેવા આપે છે તેના કરતાં ગુજરાતમાં ડૉક્ટરનું પ્રમાણ ઓછુ છે. નિષ્ણાતો કહે છેકે, જો સરકારી ડૉક્ટરો વધુ ઉપલબ્ધ હોય તો,લોકોને ઓછા ખર્ચે સરકારી હોસ્પિટલમાં સારી તબીબી સેવા મળી રહે. આ માટે સરકારે બજેટમાં નાણાંકીય જોગવાઇ વધારવાની જરુર છે. ગુજરાતમાં રાજ્ય સરકારે ડૉક્ટર-તબીબી તાલીમ શિક્ષણ પાછળ વર્ષ ૨૦૧૬-૧૭માં ૫૨૩ કરોડ ખર્ચ્યા હતાં.વર્ષ ૨૦૧૭-૧૮માં તબીબી શિક્ષણ પાછળ રૃા.૬૪૧ કરોડનો ખર્ચ સુચવવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮-૧૯માં મેડિકળ શિક્ષણ માટે સરકારે રૃા.૭૧૫ કરોડની જોગવાઇ કરી છે. આમ છતાંય સરકારી ડૉક્ટરોની સંખ્યા અપુરતી રહી છે. આજેય સરકારી હોસ્પિટલોમાં અપુરતા ડૉક્ટરોને લીધે ગરીબ દર્દીઓએ નાછુટકે ખાનગી હોસ્પિટલોમા જવા મજબૂર થવુ પડે છે. આ ઉપરાંત સરકારી ફીમાં ભણીને ડૉક્ટરો પણ મોટા પગાર મેળવવા કોર્પોરેટ હોસ્પિટલોમાં મોટા પેકેજો સાથે નોકરી મેળવી લે છે. સરકારી હોસ્પિટલમાં તંત્ર એટલુ ખાડે ગયુ છે કે,ડૉક્ટરો સરકારી નોકરી કરવા રાજી નથી.