ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:15 IST)

વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ બનશે

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નક્કી થતાં તેમના સર્મથકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે નારાજ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને આપવાની જાહેરાત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી હતી. આવતીકાલે તેઓ ફોર્મ ભરશે.  રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના સમર્થકો અને કાર્યકરોના મોં મીઠા કરાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતીથી વિજેતા બની ભાજપની સરકાર બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની નવી સરકારમા મંત્રીમંડળની રચના બાદ નારાજગી જોવા મળી હતી.

જેમાં નાણાં ખાતુ લેવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વિરોધ કર્યો હતો એટલું જ નહીં વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યોને પણ મંત્રી પદ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રી પરસોતમ સોલંકીએ પણ કેબીનેટ મંત્રી પદ લેવા નારાજગી દર્શાવી હતી. આમ, રૂપાણી સરકારમા ધારાસભ્યોની વધતી જતી નારાજગી વચ્ચે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નારાજ રાજેન્દ્ર ત્રિવેદીને બેસાડવાનો નિર્ણય કર્યો છે.