સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (17:47 IST)

વડોદરામાં ક્રોકોડાઈલ પાર્કની યોજના અભરાઈએ ચડી, મગરો પાછળ ચવાઈ ગયા બે કરોડ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજમહેલની પાછળ 66 એકર જમીન પર ક્રોકોડાઈલ પાર્ક બનાવવાનું આયોજન હાથ ધરાયુ છે. તે સંદર્ભે હાલમાં રૂ. બે કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરાઈ છે. દરમિયાન રાજય સરકાર દ્વારા કોઈ માર્ગદર્શન અને સૂચના ન મળે ત્યાં સુધી ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેકટનું કામ સ્થગિત કરી દેવા નિર્ણય થયો છે. કોર્પોરેશન દ્વારા રાજમહેલ પાછળ જે ક્રોકોડાઈલ પાર્ક બનવાનો છે. તેમાં વિશાળ ગાર્ડન સાથે કોકોડાઈલ એજ્યુકેશન સેન્ટર બનવાનું છે. જેમાં ક્રોકોડાઈલ (મગર)ને લગતી તમામ માહિતી મુલાકાતીઓને પૂરી પાડવામાં આવશે. આ પાર્ક બનાવવા માટે તા.૨૧-૧-૦૬ના રોજ મ્યુનિ. કોર્પોરેશનને જમીનનો વપરાશ કરવાના હક્કથી ૬૬ એકર જમીન તબદીલ કરવાની મંજૂરી મળી છે. આ જમીનનો કબજો તા.૨-૨-૧૬ના રોજ મળ્યો હતો. એ પછી સરકારે પાર્કની કાર્યવાહી કરવા રૃા.૧૦ કરોડની ગ્રાંટ ફાળવી હતી. પાર્ક માટે થનાર ખર્ચના ૫૦ ટકા મુજબ આ ગ્રાંટ ફોરેસ્ટ વિભાગ દ્વારા ૨૦૧૬-૧૭માં મળવાપાત્ર હતી. જેમાંથી રૃા.બે કરોડના ખર્ચે ફેન્સિંગ બનાવવાનું કામ પૂરૃ કરવામાં આવ્યુ છે. દરમિયાન વડોદરા કલેકટરે તા.૩-૧૧-૧૬ના રોજ હુકમ કરાયો છે. જેમાં ફાળવેલી જગ્યા પર સરકારનું માર્ગદર્શન અને સૂચના ન મળે ત્યાં સુધી હાલ આ પ્રોજેકટ સંદર્ભે કોઈ કામગીરી હાથ ન ધરવા કહ્યું છે. દરમિયાન કલેકટર શાખાએ તા.૨૩-૩-૧૭ના રોજ રૃબરૃ અને તા.૧૮ના રોજ પત્રથી જાણ કરી સરકારે કલેકટર કચેરીને કાર્યવાહી સંદર્ભે સૂચના મળેલી હોય તેની ખાતરી કરવા વખતો વખત સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ કલેકટર કચેરીએ કોઈ પ્રતિભાવ આપ્યો નથી. હવે આ પ્રોજેકટ સંદર્ભે સરકાર તરફથી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી પ્રોજેકટ સ્થગિત કરી દેવા નિર્ણય થયો છે. અને સ્થાયી સમિતિએ દરખાસ્ત સમગ્ર સભામાં મોકલી આપી છે. જાણવા મળ્યા મુજબ આ જગ્યા વિના વળતરે ફાળવાઈ છે. અને ઓડિટમાં જતાં વાંધો લેવાતા જમીન ટોકન મનીતી ફાળવાશે અને ત્યારબાદ પાર્કની કામગીરી સરકાર આગળ ધપાવશે.