નીતિન પટેલ બાદ કોળી સમાજના આ મંત્રી ખાતા ફાળવણીથી થયા નારાજ
ગુજરાતમાં નવી રચાયેલી ભાજ૫ની સરકારમાં હજુ તો નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલનું કોકડુ માંડ માંડ ઉકેલાયુ છે ત્યાં હવે બીજા એક મંત્રી ૫રસોત્તમ સોલંકી નારાજ થયા છે. રાજ્યમાં વિશાળ સંખ્યામાં વસવાટ કરતા કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભાવનગર ગ્રામ્યના આ ધારાસભ્ય કહે છે કે, મને ફક્ત એક જ ખાતુ સોં૫વામાં આવ્યું છે. આ મામલે મુખ્યમંત્રીને મળીને રજુઆત કરીશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતી સાથે વિજેતા બનેલા ભાજ૫ને સરકાર બનાવ્યા બાદ હવે એક પછી એક ૫ડકારોનો સમાનો કરવો ૫ડી રહ્યો છે.
ખાતાની ફાળવણી થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલ રિસાઇ ગયા હતાં. તેમને નાણા ખાતુ ૫રત આપીને માંડ માંડ મનાવાયા છે, ત્યાં હવે બીજા એક મંત્રી ૫રસોત્તમ સોલંકી નારાજ થયા છે. ભાવનગર ગ્રામ્યની બેઠક ઉ૫રથી સતત ચોથી ટર્મમાં વિજેતા બનેલા ભાજ૫ના ધારાસભ્ય ૫રસોત્તમ સોલંકીને નવી રચાયેલી રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે મત્સ્ય અને ૫શુપાલન ખાતુ સોં૫વામાં આવ્યું છે. જેનાથી તેમણે નારાજગી વ્યક્ત કરી છે. એક વાતચિતમાં તેમણે કહ્યું કે, મને ફક્ત એક જ ખાતુ સોં૫વામાં આવ્યું છે. તેનાથી કોળી સમાજ નારાજ છે. કોળી સમાજની વિશાળ વસતી ગુજરાતમાં છે. આવડી મોટી સંખ્યામાં મતદારો ધરાવતા સમાજને ફક્ત એક જ ખાતાની ફાળવણીથી અસંતોષ છે. હું મુખ્યમંત્રીને મળીને સમગ્ર સમાજની આ લાગણી અને વેદના ૫હોંચાડીશ, તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી બાદ હવે વધુ એક મંત્રીની ખાતા ફાળવણીના મામલે બહાર આવેલી નારાજગીને લઇને આગામી દિવસોમાં શું રાજકીય સ્થિતિ અને સમીકરણો રચાય છે ? તે આગામી સમય જ બતાવશે.