ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની પાંખો વેતરાઈ. ઝોનવાઇઝ પ્રમુખ નિમવા હિલચાલ
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના રાજકીય કાવાદાવા સામે જીત મેળવ્યા બાદ કોંગ્રેસ ફુલફોર્મમાં છે. કાર્યકરોમાં જોશ-ઉત્સાહ છે. હાઇકમાન્ડે પણ હવે વફાદારો તરફ નજર માંડી છે. ચારેકોર વિરોધને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સત્તા પર કાપ મૂકી હાઇકમાન્ડે ચાર ઝોનવાઇઝ કાર્યકારી પ્રમુખ નિમવા મન બનાવ્યુ છે. દિલ્હીમાં અત્યારે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૂત્રોના મતે, રાજ્યસભાની ચૂંટણીમાં મેઇન ઓફ ઇલેકશનની ભુમિકા અદા કરનારાં શક્તિસિંહ ગોહિલ પર હાઇકમાન્ડ ફિદા છે. તેઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારની ધુરા સંભાળવા આદેશ કરવામાં આવશે. ઇલેકશન કેમ્પેઇન કમિટીના પ્રમુખપદે શક્તિસિંહની પસંદગી કરવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પરેશ ધાનાણી, ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર, જયારે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી યુવા નેતા તુષાર ચૌધરી અથવા અશ્વિન કોટવાલને કાર્યકરી પ્રમુખ બનાવવા ચર્ચા ચાલી રહી છે.ગુજરાતમાં કોંગ્રેસમાં જે રીતે વિખખાદ સર્જાયો છે જેના માટે પ્રદેશ પ્રમુખના માથે ઠિકરૃ ફુટયુ છે પરિણામે ઝોનવાઇઝ કાર્યકરી પ્રમુખ બનાવવા નક્કી થયુ છે. કોંગ્રેસના નવા માળખામાં પણ ઓછામાં ઓછા ૮૦ સભ્યો હશે. તમામ જૂથને સમાવીને કાર્યકરોને પ્રોત્સાહન આપવા કોંગ્રેસે ગણતરી રાખી છે. એકાદ સપ્તાહમાં જ માળખા અને કમિટીઓની સત્તાવાર જાહેરાત થઇ શકે