કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા 7 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષના ઘરે જઈને રાજીનાંમા આપ્યાં
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં ભાજપને મત આપનાર કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. આજે કોંગી ધારાસભ્યોએ સ્પીકર રમણલાલ વોરાને પોતાના રાજીનામા સુપરત કર્યા હતા. કોંગ્રેસમાંથી ક્રોસ વોટીગ કરનાર કરમશી પટેલ, રાધવજી પટેલ, ભોળાભાઈ ગોહેલ સહિત 7 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા આપ્યા હતા.વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, કઈકાલે રાત્રે સાડા નવ કલાકે મને સાત ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. મારા નિવાસે આવીને ધારાસભ્યોએ કોઈના દબાણ કે ધાકધમકી વગર રાજીખુશીથી રાજીનામા આપ્યા હતા. જેનો મેં સ્વીકાર કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પક્ષમાંથી પક્ષના વ્હિપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારને મત આપતા શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોને કોંગ્રેસે હાંકી કાઢ્યા હતા. 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા પણ કોંગ્રેસનો વ્હિપ 14ને મળ્યો હોવાથી તમામને સસ્પેન્ડ કર્યા હતા.
કોણે આપ્યા રાજીનામા
અમિત ચૌધરી- માણસા, જિલ્લો ગાંધીનગર
સી કે રાઉલજી- ગોધરા, જિલ્લો પંચમહાલ
રાધવજી પટેલ - જામનગર ગ્રામ્ય
ભોળાભાઈ ગોહિલ- જસદણ, જિલ્લો રાજકોટ
કરમશીભાઈ પટેલ- સાણંદ, જિલ્લો અમદાવાદ
ધર્મેન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર
મહેન્દ્રસિંહ વાઘેલા- બાયડ, જિલ્લો અરવલ્લી