ડુપ્લીકેટ RTPCR રિપોર્ટના સહારે મહારાષ્ટ્રથી ગુજરાત બોર્ડર પ્રવેશ કરતાં 14 લોકો ઝડપાયા
ગુજરાતના ભીલડના નંદિગામ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા અન્ય રાજ્યોમાંથી આવી રહેલા મુસાફરોના ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્રથી ગુજરાતમાં વિભિન્ન પ્રકારે વાહનો દ્રારા આવનાર 14 વ્યક્તિઓને નકલી RT-PCR રિપોર્ટ સાથે પકડ્યા હતા.
આ પહેલાં ગુજરાત સરકાર દ્વારા પહેલાં જ રાજ્યમાં પ્રવેશ કરવા માટે 72 કલાક સુધી RT-PCR નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દીધો છે. જો કોઇ રિપોર્ટ નેગેટિવ ચેહ અથવા તેમની રિપોર્ટ નથી તો તેમને પરત મોકલવામાં આવે છે. જેના લીધે ઘણા લોકોએ ચોર ગલીઓનો સહારો લઇને ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હતી. તો બીજી તરફ ઘણા લોકો નકલી RT-PCR રિપોર્ટ બનાવીને ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હોવાની જાણકારીના આધારે આરોગ્ય અને પોલીસ વિભાગએ આ દિશામાં પણ કાર્યવાહી શરૂ કરી હતી.
પોતાના આ ડ્રાઇવ માટે પોલીસ અને આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી આવનાર લક્ઝરી બસ અને કારમાં આવનાર લોકોનો રિપોર્ટ ચેક કર્યો. જેમાં જ્યારે રિપોર્ટનો ક્યૂઆર કોડ ચેક કરવામાં આવ્યો તો તે રિપોર્ટ નકલી હોવાની જાણકારી મળી હતી. જૂના રિપોર્ટમાં નામ, એડ્રેસ અને તારીખ બદલીને પ્રિંટ નિકાળીને લોકો તેનો ઉપયોગ કરી ગુજરાતમાં પ્રવેશ કરતા હતા. જેના લીધે ભિલાડ પોલીસે ઘટના વિશે કેસ દાખલ કર્યો છે.