Gujarat Bypoll: મોરવા હડફ સીટ પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ,
ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની મોરવા હડફ સીટ માટે મતદાન ચાલી રહી રહ્યું છે. આ સીટ પર અપક્ષ ઉમેદવાર જીત ભૂપેન્દ્ર સિંહ ખાંટના નિધનના લીધે પેટા ચૂંટણી યોજાઇ રહી છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે. ત્યારે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈન જોવા મળી રહી છે. કોરોના કહેર વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે.
કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલ પેટા ચૂંટણીને લઇ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકોના કર્મચારીઓને ખાસ કોવિડ કીટ આપવામાં આવી છે. થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ, પીપીઈ કીટ સહિતની સામગ્રી આપવામાં આવી હતી. ચૂંટણી કર્મચારીઓને કોવિડને કારણે વિશેષ વ્યવસ્થા અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2017ના રોજ વિધાનસભા ચૂંટણી બાદ ભૂપેંદ્ર સિંહ અનુસૂચિત જનજાતિ પ્રમાણ પત્રને લઇને વાંધો ઉઠાવતા વિધાનસભાનું તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદીના આ નિર્ણયથી તાત્કાલીક ધારાસભ્ય ખાંટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ગુજરાત હાઇકોર્ટમાં પણ પડકારો ફેંક્યો છે, પરંતુ કોઇ રાહત મળી નથી. શનિવારે કડક સુરક્ષા વચ્ચે આ સીટ માટે મતદાન શરૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરવા હડફ સીટ આદિવાસી પ્રભુત્વવાળા પંચમહાલ જિલ્લામાં આવે છે તથા અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ભૂપેંદ્ર ખાંટના પિતા ઓબીસી સમાજમાંથી આવે છે, પરંતુ તેમની માતા આદિવાસી હતા.
તેમના જન્મ બાદ તેમની માતા પિયર જતા રહ્યા હતા અને તેમની સાથે ભૂપેંદ્ર ખાંટ પણ પોતાના મોસાળમાંજ રહ્યા તથા ત્યાં તેમનું પ્રાથમિક શિક્ષણ થયું. કેંદ્ર સરકારના એક પરિપત્ર અનુસાર પિયરમાં રહીને શિક્ષા મેળવનાર બાળકને તેની માતાના સમુદાયનું ગણીને તેમનું પ્રમાણ પત્ર બનાવવામાં આવે છે તથા તે આધારે ભૂપેંદ્ર સિંહ ચૂંટણી લડ્યા હતા.