મુંબઇમાં ટેક્સી ડ્રાઇવરને મુકેશ અંબાણીની બહુમાળી એન્ટિલિયાની પૂછપરછ કરનારા પ્રવાસીઓ કચ્છના નીકળ્યા
દક્ષિણ મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના બહુમાળી એન્ટિલિયા નિવાસસ્થાનનું સરનામું બે શકમંદ દ્વારા પૂછવામાં આવ્યું એવી ટેક્સી ડ્રાઈવરે મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા સુરક્ષામાં વધારો કરાયો હતો. જો કે, ઉર્દુમાં વાત કરતા મોટી દાઢી વાળા બે શકમંદો મુંબઇ ફરવા આવ્યા હોવાનુ અને એન્ટિલિયા જોવા માટે સરનામુ પુછતા હોવાનુ ખંડિત થતા હાશકારો થયો હતો. આ બંને શખ્સો કચ્છથી મુંબઇ ફરવા માટે આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. અગાઉ સચિન વાજેના કેસમાં પણ ભુજ અને વાગડના બુકીનું કનેકશન નિકળ્યું હતું. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને સોમવારે એક કોલ આવ્યો હતો જેમાં એક ટેક્સી ડ્રાઇવરે જણાવ્યું હતું કે તેને બે શકમંદો અંબાણીના ઘરનું સરનામું પૂછી રહ્યા હતા. ફોન કરનાર ટેક્સી ડ્રાઈવર પોલીસ કંટ્રોલ રૂમને જણાવ્યું કે દાઢીવાળી વ્યક્તિએ તેને કિલ્લાની કોર્ટની સામે એન્ટિલિયાના સરનામા વિશે પૂછ્યું હતું. સરનામું પૂછનાર શકમંદની મોટી દાઢી હતી. તેઓ બે જણ હતા અને બંને ઉર્દૂમાં વાત કરી રહ્યા હતા અને તેમની પાસે બેગ હતી. આ માહિતી પછી પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, આ ટેક્સી ડ્રાઇવર અને શકમંદોની તપાસ કરતા ખુલાસો થયો હતો કે બંને શખ્સો કચ્છથી મુંબઇ ફરવા માટે આવ્યા હતા અને તમામ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધા બાદ એન્ટિલિયા જોવા માટે સરનામાની પુછપરછ કરતા હતા. નોંધનીય છે કે, એન્ટિલિયાના પ્રકરણમાં એન.આઇ.એ.ની ટીમે સચીન વઝે, કોન્સ્ટેબલ વિનાયક સીંદે અને કચ્છના બુકી તેમજ અમદાવાદના કારખાનેદારની અટકાયત કરી હતી. ભુજના બુકી નરેશને આ સીમકાર્ડ મુળ સામખિયાળીના દેવીશેઠ જૈન તરફથી મળ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. સાઉથ મુંબઇમાં આવેલી તેની હોટેલ-ક્લબ પર એન.આઇ.એ.ની ટીમે દરોડો પાડયો હતો. સાઉથ મુંબઇમાં ધ કલચર હાઉસ પર એનઆઇએની ટીમ પહોંચી હતી, હોટેલના ઓનર દેવીશેઠ જૈને સીમકાર્ડ નરેશ બુકીને આપ્યા હતા જે સિમકાર્ડ વિનાયક સીંદેને અપાય ને તેણે સચીન વાજેને આપ્યા હતા. નરેશ બુકી અને વિનાયક સીંદે તેમજ સચીન વાજે હાલ પોલીસની ગીરફતમાં છે. મનસુખ હિરેન મર્ડર કેસમાં જે સીમ ઉપયોગમાં લેવાયા હતા જે સીમકાર્ડ વિનાયક સીંદેએ સચીન વાજેને આપ્યા હતા અને તે સીમ નરેશ પાસેથી સીંદેને મળ્યા હતા.