બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (10:58 IST)

મુકેશ અંબાણી ધામધૂમથી ઉજવશે પોતાના પૌત્રનો પ્રથમ જન્મદિવસ, 120 મહેમાનોને આપ્યું આમંત્રણ, મોટા ચહેરા સામેલ

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીનો 10 ડિસેમ્બરનો પહેલો જન્મ દિવસ ઉજવવામાં આવશે. તમને જણાવી દઇએ કે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના પુત્ર પૃથ્વીનો જન્મ 10 ડિસેમ્બર 2020 ના રોજ થયો હતો. શુક્રવારે ઉજવવામાં આવનાર જન્મદિવસની પાર્ટીને લઇને અંબાણી પરિવારના કોવિડ નિયમોને ધ્યાનમં રાખતાં તૈયારીઓ કરી છે. 
તમને જણાવી દઇએ કે પૃથ્વીનો બર્થડે જામનગરમાં અંબાણીના ફાર્મહાઉસ પર ગ્રાન્ડ રીતે ઉજવવામાં આવશે. સામે આવેલી જાણકારી અનુસાર આ જન્મદિવસની પાર્ટીમાં 120 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ સેલેબ્સ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, પાર્થ જીંદલ અને રમત ગમત જગતની હસ્તીઓમાં સચિન તેંદુલકર અને ઝહીર ખાનનો સમાવેશ થાય છે. તો બીજી તરફ સિંગર અરજીત સિંહ પૃથ્વી અંબાણીના બર્થડે પર પરફોર્મ કરશે. 
 
આ અવસર પર અંબાણી પરિવાર દ્રારા 50,000 ગ્રામજનોને ભોજન કરાવશે. આ ઉપરાંત આસપાસના અનાથ આશ્રમોમાં ભેટ દાન આપવામાં આવશે. કોરોના મહામારીની દ્રષ્ટિએ આ એક 'સંપૂર્ણપણે કોરન્ટૈન બબલ પાર્ટી' થશે. સાથે જ આધિકારીક પ્રોટોકોલનું પાલન થશે. 
 
અંબાણી પરિવારની માફક કરવામાં આવેલા એક સત્તાવાર નોટીસમાં કહેવામાં આવ્યું છે કે તમામ મહેમાનોને બે ડોઝ રસી લીધેલી જરૂરી છે. તમામ મહેમાનોનું મુંબઇમાં 7 ડિસેમ્બર દૈનિક પરીક્ષણ કરવામાં આવશે. આ પરીક્ષણોનું સમંવય અમારી ટીમ દ્રાર કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે મહેમાનોનો રિપોર્ટને દરરોજ અંબાણીના ડોક્ટર મોનિટર કરશે. 
 
સૂત્રોના અનુસાર આગામી મહેમાનોના ભોજન માટે થાઇલેન્ડ અને ઇટલીથી કેટ્રેસ બોલાવવામાં આવ્યા છે. અહીં આવ્યા બાદ તે ક્રૂ ની તપાસ કરવામાં આવશે અને તેને કોરોન્ટાઇન કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને અતિથિઓ માટે ભોજન બનાવવામાં આવશે.