ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 23 ડિસેમ્બર 2020 (10:23 IST)

લંડનથી આવેલા 4 મુસાફરોના કોરોના ટેસ્ટ પોઝિટિવ, તંત્રમાં ફફડાટ શરૂ

બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઇ યુ.કેના ઘણા દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ઘણા મુસાફરોએ સ્વદેશની વાટ પડી છે.  ભારતથી લંડન જતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 
 
જોકે તેમનામાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ હોવાની પુષ્ટી કરવામાં આવી નથી. એરપોર્ટ પર લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઇટના તમામ મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે મુસાફરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તેને 7 દિવસ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી દેવામાં આવી છે.
 
જ્યારે પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ દિલ્હી એરપોર્ટ ઉપર પણ કોરોના પોઝીટિવ આવેલા મુસાફરો ને એડમિટ કરાયા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ કોરોના પોઝીટિવ મુસાફરો આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
 
તમને જણાવી દઈએ કે, આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, યુકેમાં જોવા મળેલા નવા સ્ટ્રેનથી ડરવાની જરૂર નથી, પણ સતર્ક રહેવાની જરૂર છે. મંત્રાલયે કહ્યું કે, આ નવો પ્રકાર બીમારીને વધુ જટિલ નથી બનાવતો અને તેનાથી મૃત્યુદર પણ અસર નથી થઈ.