સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (10:01 IST)

રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા

રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજય વ્યાપી આ રસીકરણ નો  શુભારંભ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે સિક્કા જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.
રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે  10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે. વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ  માટે આરોગ્ય વિભાગ ના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે. હજુ વધુ ને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે  સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.