બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (12:31 IST)

મોરબીમાં લોકોને આકાશમાં કંઈક સળગતું દેખાયું, પોલીસે કહ્યું કંઈ વાંધાજનક નથી ચિંતા કરશો નહીં

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની બોર્ડરમાં ઘુસી જૈશ એ મોહમ્મદનાં ત્રાસવાદી અડ્ડાઓનો સફયો કર્યા બાદ બુધવારની મોડી સાંજે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં અગનગોળો દેખાયો હોવાની વિવિધ સ્થળોથી પોલીસને ખબર મળી હતી.જ્યારે કેટલાક લોકો કહી રહ્યાં હતાં કે પ્લેનમાંથી સળગતો પદાર્થ પણ પડયો હતો. આવા અનેક મેસેજ આવતા પોલીસે આ બાબતને ગંભીરતાથી લઇને ત્વરિત ઘટના સ્થળે દોડી ગઈ છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોય અફ્વાને કારણે આ ચર્ચા ઉઠી છે.એસપી કરનરાજ વાઘેલાએ કશું વાંધાજનક ન મળ્યું હોવાનું સતાવાર રીતે જણાવી લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે એરફોર્સના ફાઇટર પ્લેન નીચી સપાટીએ કવાયત કરતા અગનગોળો દેખાયો છે. અમે એરફોર્સનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી અને પછી આ નિષ્કર્ષ પર આવ્યાં છીએ.વધુ વિગતો મુજબ મોરબીના પીપળી, ઘુટુ ગામ પાસે તેમેજ વાંકાનેરના માટેલ અને અન્ય જગ્યાએ સાંજે સાત વાગ્યા પછી પ્લેનમાંથી કોઈ વસ્તુ નીચે પડી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઉપર બે પ્લેન પસાર થયા હતા. જેમાંથી સળગતો પદાર્થ નીચે પડયો હતો.આ બાબતની વાંકાનેર સીટી પીઆઇ એમ.વી.ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવેલ છે કે આકાશમાં ફઈટર જેટ ફૂલ સ્પીડમાં જતાં હોય ઘણી વખત આવા તિખારા જોવા મળે છે કોઈ ચિંતાનો વિષય નથી. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને બારીકાઈથી નિરીક્ષણ કરેલ છે,કાંઈ આપત્તિજનક દેખાતું નથી.