મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો
રાજ્યમાં રોજ બરોજ હાર્ટએટેકનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યુ છે . તેને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો છે. મોરારી બાપુએ યુવાનોનો તાળીઓ પાડવાની સલાહ આપી છે.
મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા તાળીઓ પાડવાનાં કારણે જૂના જમાનામાં હાર્ટ એટેક આવતા ન હતા.
મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી આપડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે. મહુવા ખાતે ચાલતી રામકથા ની પૂર્ણાહુતિ સમયે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.