મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2023 (16:58 IST)

અંકલેશ્વરમાં ચોથા ધોરણમાં ભણતી બાળકીનું હાર્ટ એટેકથી મોત, સાબરકાંઠામાં એસટી ડ્રાઈવરને એટેક આવ્યો

The driver of ST suffered a heart attack on a moving bus
The driver of ST suffered a heart attack on a moving bus
ગુજરાતમાં હાર્ટ એટેકે એક સાયલન્ટ કિલરની જેમ આગળ વધી રહ્યો છે. દિવસે દિવસે મોતના કેસ વધી રહ્યાં છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. જોકે બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડ કરી દેતાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

આ તરફ હાર્ટ એટેક બાદ તાત્કાલિક એસટી બસના ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ચાલકની તબિયત સ્થિર છે.  પાટણ-લુણાવાડા બસ પોતાના નિર્ધારિત સમયે ઉપડી હતી. આ દરમિયાન પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. આ તરફ બસ ચાલકે પણ હાર્ટ એટેક વચ્ચે પણ પોતાની ફરજના ભાગરૂપે તાત્કાલિક બસને સાઈડ કરી હતી. અંકલેશ્વરમાં ત્રણથી વધુ લોકોને હાર્ટ એટેક આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચના વાલિયા તાલુકાની હરી નગર સોસાયટીમાં રહેતી 10 વર્ષીય બાળકી અંકલેશ્વરની ખાનગી સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરે છે. જે બાળકીની ગઈકાલે રાતે તબિયત લથડતા તેને ગેસ્ટ્રોની અસરને સારવાર માટે પરિવારજનોએ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરાવી હતી. જ્યાં બાળકીનું ગેસ્ટ્રોની અસરની સારવાર દરમિયાન મોત નીપજયું હતું. 10 વર્ષની બાળકીનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બાળાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે તબીબી રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.