રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ડિસેમ્બર 2022 (16:21 IST)

માસ્ક ફરજિયાત - કોરોનાની દહેશત વચ્ચે તમારા બાળકને સ્કૂલે મોકલતા પહેલા જાણી લેજો રાજ્ય સરકારની આ સૂચના

ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ સાથે રાજ્યમાં કોરોના વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈન પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં  આવશે.

અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે. સરકારની ગાઇડ લાઇનના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપવામાં આવી છે. અને જિલ્લા વાર શિક્ષણાધિકારીએ આ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે.  જેમા માસ્ક , સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા સુચના આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે.

અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે જેમા રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. માહિતી મુજબ અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવીડ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. જેમાં હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવવામાં આવશે.  માહિતી મુજબ અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. જેમા આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખે સ્કૂલોમાં કોરોના ન ફેલાય તે માટે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ ઉપરાંત  કોરોનાની દહેશત વધતાં અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સંખ્યા 50% કરવાની માગ પણ કરી છે. વધુમા તેમણે કહ્યું કે કોરોના આવે તે પહેલા સાવચેતીના ભાગરુપે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાથી 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.  
 
ગાઇડ લાઇનના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ આપી મૌખિક સૂચના 
જિલ્લા વાર શિક્ષણાધિકારી આ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે 
માસ્ક , સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવાશે
રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે
તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે, ટોળા ભેગા ન થાય તે માટે સ્કૂલોને ધ્યાન આપવા DEOનું સુચન