રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 20 નવેમ્બર 2021 (13:03 IST)

માઓવાદી નેતા પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં માઓવાદીઓએ આપ્યુ 24 કલાક બંધનુ એલાન

ઝારખંડમાં માઓવાદી નેતા પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં માઓવાદીઓએ 24 કલાક બંધના એલાનની જાહેરાત કરી છે. પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં આજે 24 કલાક માટે ઝારખંડ બંધની જાહેરાત કરવામાં આવી છે. બંધ દરમિયાન માઓવાદિઓએ ચાઈબાસામાં રેલ ટ્રેક પર લેન્ડમાઈન્સ લગાવીને વિસ્ફોટ કર્યો હતો. જેના કારણે હાવડા-મુંબઈ રેલ રુટની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. ઘટના શુક્રવાર રાતે અંદાજે 2 વાગ્યાની છે

 
પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં આજે માઓવાદીઓનું ઝારખંડ બંધ છે. બંધના આહ્વાન વચ્ચે માઓવાદીઓએ ચાઈબાસા ખાતે રેલવેના પાટા પર લેન્ડમાઈન્સ લગાવીને વિસ્ફોટ કરી દીધો હતો  જેનાથી હાવડા મુંબઈ રેલ માર્ગ પર પરિચાલન ઠપ થઈ ગયું છે. અનેક ટ્રેન વિભિન્ન સ્ટેશનો પર રોકવામાં આવી. આની પહેલા શુક્રવારે મોડી રાતે એક વાગે ટોરી- લાતેહારના રેલખંડ પાટા ઉડાવી દીધા. સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ રીતે સતર્ક રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
 
હકિકતમાં એક કરોડના ઈનામી પ્રશાંત બોસની ધરપકડ બાદ નક્સલીયોએ ભારત બંધ શરુ કરી દીધું છે. શુક્રવારે રાતે 12 વાગે શનિવારે રાતે 12 વાગ્યા સુધી રહેશે. આને લઈને રાજ્યભરમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. જાણકારી મુજબ નક્સલીયોએ ટોરી રેલખંડ પર તાંડવ મચાવવાનું શરુ કરી દીધું છે.