મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 31 ડિસેમ્બર 2022 (09:18 IST)

નવસારીમાં મોટી દુર્ઘટનાં, 9 લોકોના મોત અનેક ઘાયલ

navsari road accident
ગુજરાતમાં વર્ષના છેલ્લા દિવસે જ નવસારીમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ઘટના નવસારીના વેસ્મા ગામ નજીક બની હતી. આ ઘટનામાં કુંલ 10 વ્યક્તિના મોતના સમાચાર મળ્યા છે. એક કારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પરથી ટપીને સીધી જ એક પ્રાઈવેટ લક્ઝરી બસ સાથે ટકરાઈ ગઈ હતી. આ ઘટના એટલી ભયંકર હતી કે કારનો બુક્ડો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા જ નજીકના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 
વહીવટી તંત્રના અંદાજ મુજબ વહેલી સવારે ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી ગયું હોઈ શકે છે, જેને કારણે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સીધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જતી રહી હતી. એને કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે એ અથડાઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો. એને કારણે ફોર્ચ્યુનરમાં સવાર 9નાં મોત નીપજ્યાં હતાં અને અન્ય એકને મલ્ટીપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં દરમિયાન બસના ડ્રાયવરને પણ હાર્ટ-એટેક આવ્યો હતો.
 
અકસ્માતમાં કુલ 10 વ્યક્તિના મોત થયા
 
આ ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિના મોત થયા હતા જ્યારે ઈજાગ્રસ્ત લોકોને નજીકની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ ગંભીર અકસ્માતમાં બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમા તેનું મોત થયુ હતું. અકસ્માતમાં બસમાં સવાર અદાંજીત 30 લોકોને ઈજાઓ થઈ હતી જેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરાયા હતા. આ ઘટનાની જાણ જિલ્લા તંત્ર તેમજ પોલીસ તંત્રએ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલાકિક કાર્યવાહી કરી હતી.