મુંગા પશુઓમાં મહામારી- લમ્પી વાયરસથી હજારો ગાયોના મોત
રાજકોટ, સૌરાષ્ટ્ર - કચ્છમાં છેલ્લા દોઢ - બે મહિનાથી પશુઓમાં લમ્પી વાયરસ દેખાયો હોવા છતાં પશુપાલન વિભાગે હળવાશથી લેતા આજે અડધા સૌરાષ્ટ્રને આ રોગે ભરડો લીધો છે અને સ્થિતિ ગંભીર બની રહી છે. સૌરાષ્ટ્રનાં 561 જેટલા ગામોનાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝનાં પગેસારો થઈ ચૂકયો છે અને 144 થી વધુ પશુઓનાં મોત થયા હોવાનો અંતે પશુપાલન વિભાગે સ્વીકાર કર્યો છે.
સૌરાષ્ટ્રના 600 ગામો, 30,000 પશુઓ ઝપટે ભુપગઢ પાસે ગૌશાળામાં સપ્તાહમાં 15 પશુઓ મોતને ભેટયાની માલધારીઓની રાવ: સૌરાષ્ટ્રમાં ચિંતાજનક રીતે પ્રસરતો વાયરસ
રાષ્ટ્રમાં મા તરીકે પૂજાતી ગૌ માતાના વંશ પર લમ્પિ વાયરસનો મોટો ખતરો સર્જાયો છે. સરકારી તંત્રના સબ સલામતના દાવા વચ્ચે સૌરાષ્ટ્રના 600 ગામામાં અને કચ્છ,પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ સહિત જિલ્લામાં આશરે 30,000થી વધુ પશુઓ તેની ઝપટે ચડી ચૂક્યા છે અને 144 પશુઓના સત્તાવાર મૃત્યુ નોંધાયા છે ત્યારે આ મહામારી હવે રાજકોટમાં પ્રસરી રહી છે. રાજકોટમાં ગઈકાલે સત્તાવાર વધુ એક ગાયનું લમ્પિ વાયરસથી મૃત્યુ સાથે કિસાન ગૌશાળામાં 2 ગાયના મોત નીપજ્યા છે