શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 8 જુલાઈ 2024 (15:36 IST)

કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા PM મોદીને પત્ર, જાણો કોણે કરી માંગ

Letter to PM Modi to make Kunwarji BavaliyaLetter to PM Modi to make Kunwarji Bavaliya Chief Minister of GujaratLetter to PM Modi to make Kunwarji Bavaliya Chief Minister of GujaratLetter to PM Modi to make Kunwarji Bavaliya Chief Minister of Gujarat
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂંક અને રાજ્ય સરકારની કેબિનેટમાં ધરખમ ફેરફારો થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની લીડનો ટાર્ગેટ અને તમામ 26 બેઠકો પર જીત મેળવવામાં ભાજપનો પનો ટૂંકો પડ્યો છે.ભાજપમાં અંદરો અંદર શરૂ થયેલા વિખવાદ મુદ્દે ટૂંક સમયમાં ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફાર થવાની વાત વહેતી થઈ છે. ત્યારે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પૂર્વ અધ્યકક્ષ ભુપતભાઈ એમ. ડાભી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા રજૂઆત કરી હતી.
Letter to PM Modi to make Kunwarji Bavaliya Chief Minister of Gujarat
ભુપતભાઈ ડાભીએ પત્ર લખીને માંગ કરી
ભુપતભાઈ ડાભીએ પત્રમાં જણાવ્યું હતું કે, ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજ, દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. તો કોળી સમાજની લાગણી અને માંગણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળીયાને મળે તેવી ગુજરાત રાજ્યના કોળી સમાજની માંગ છે. ગુજરાત રાજ્યમાં કોળી સમાજની વસ્તી 32 ટકા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ માંગ જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્રારા કરવામાં આવી છે. આ મુદ્દે ખુદ કુંવરજી બાવળિયાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે.આ બઘી ચર્ચા વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી. આ સમગ્ર મામલે કુંવરજીએ કહ્યું હતું કે, મારા હિતેચ્છુએ મારુ નામ સજેસ્ટ કર્યું છે પરંતુ આખરી નિર્ણય આખરે હાઇકમાન્ડે કરવાનો હોય છે.
 
હવે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતાઓ
તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 માંથી 25 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે એક સીટ કોંગ્રેસનાં ફાળે જતા ભાજપનાં કાર્યકરોમાં નિરાશા વ્યાપી હતી. લોકસભા ચૂંટણી વખતે ભાજપમાં ચાલી રહેલ વિખવાદ પણ અમુક લોકસભા સીટ પર જોવા મળ્યો હતો. પક્ષ વિરોધી કામગીરી કરનાર લોકો સામે પ્રદેશ મોવડી મંડળ ટૂંક જ સમયમાં કાર્યવાહી કરશે તેમજ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફાર થવાની શક્યતાઓ છે. લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળનું  વિસ્તરણ થઇ શકે છે. આ રેસમાં કોનું પતુ કપાશે અને કોને સ્થાન મળશે તે આગામી સમય બતાવશે.