શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 જુલાઈ 2024 (12:44 IST)

સાપુતારામાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી:સગા ભાઈ-બહેનનાં મોત, 22 ઘાયલ

Luxury bus plunges into Saputara valley
Luxury bus plunges into Saputara valley


ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. હાલ ચોમાસાનો સમય ચાલુ હોવાથી લોકો હિલ સ્ટેશન તરફ વધુ ફરવા માટે જઈ રહ્યાં છે. ત્યારે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેમાં સુરતના રહેવાસી સગા ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે 22 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે.
Luxury bus plunges into Saputara valley
Luxury bus plunges into Saputara valley

ઘટનાને પગલે પોલીસ અને ફાયરની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાટ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. JCB અને ક્રેનનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવામાં આવી હતી.સુરતથી પ્રવાસે આવેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, અમે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે, બસવાળાએ આઈસરવાળાનો ઓવરટેક કર્યો હતો. જે દરમિયાન અચાનક જ ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી. અમે 18 લોકો ફરવા આવ્યા હતા. જો કે બસમાં કુલ 66 લોકો સવાર હતા.બસમાં સવાર લોકોમાંથી 57 પ્રવાસીઓ હતા. જેમાંથી સુરતના એક જ પરિવારના 2 સગા ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. જ્યારે 6 લોકોને સામાન્ય ઈજાઓ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.