ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (10:59 IST)

ગુજરાત હાઇકોર્ટ ખાતે નવ નિર્મિત કાયદા ભવનનું સોમવારે મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે

આ “કાયદા ભવન” માં વિશાળ બેઠક વ્યવસ્થા તથા ટેકનોલોજીસભર અધ્યતન સુવિધાઓ
ગુજરાત હાઈકોર્ટ ખાતે નવ નિર્મિત “કાયદા ભવન”ને  રાજ્યના મુખ્યમંત્રી શ્રી. વિજયભાઇ રૂપાણી આવતીકાલ તા. ૯મી સ્પ્ટેમ્બરના રોજ  ખુલ્લુ મુકશે.
 
રાજ્યના કાયદા વિભાગ દ્વારા અંદાજે રૂ.૩૯ કરોડના ખર્ચે બનાવાયેલું આ ભવન સાચા અર્થમાં રાજ્ય સુશાસનની યશકલગી સમાન પુરવાર થશે.  સુપ્રીમ કોર્ટના ન્યામૂર્તિ શ્રી. આર.સુભાષ રેડ્ડી તથા ન્યાયમૂર્તિ શ્રી. એમ. આર. શાહ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે,  હાલ જુનું  કાયદા ભવન કાર્યરત  છે પરંતુ ઘણા સમય પહેલા બનેલું હોવાના  પગલે સુવિધાઓમાં ઘટ પડતી હતી. સાથે સાથે બદલાતા સમયના પગલે તેમાં માળખાકીય સુવિધાઓમાં બદલાવની આવશ્યકતા હતી, ત્યારે નવું “કાયદા ભવન” વિશાળ બેઠક વ્યવસ્થા, અધ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી સભર બનાવાયું છે. તેમાં કોન્ફ્રરન્સ રૂમ, રેકર્ડ રૂમ, એડવોકેટ જનરલ      ચેમ્બર, એડીશનલ ગવર્નમેન્ટ પ્લીડર ચેમ્બર સહિત અન્ય સુવિધાઓના પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારિઓને પોતાના કેસોનું બ્રિફીંગ કરવામાં સુલભતા વધશે.  
 
ગુજરાતા હાઈકોર્ટના પ્રાંગણમાં બનાવાયેલ આ “કાયદા ભવન”ના ૯મી સ્પ્ટેમ્બર, સોમવારના સાંજે ૬ કલાકે યોજાયેલા લોકાર્પણ પ્રસંગે  ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીશ શ્રી. અનંતભાઇ એસ. દવે, રાજ્યના કાયદા મંત્રી શ્રી. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ અને કાયદા રાજ્ય મંત્રી શ્રી. પ્રદિપસિંહ જાડેજા,  તથા કેન્દ્રના સોલિસિટર જનરલ શ્રી. તુષાર મહેતા ઉપસ્થિત રહેનાર છે.
 
        સાથે સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલ બી.ત્રિવેદી, એડીશનલ એડવોકેટ જનરલ શ્રી પ્રકાશ કે જાની,  ગવર્મેન્ટ પ્લીડર, શ્રીમતી મનીષાબેન લવકુમાર, પબ્લિક પ્રોસીક્યુટર શ્રી મિતેષ અમીન, રાજ્યના કાયદા વિભાગના ઇંચાર્જ સચિવ શ્રી મિલન દવે, એડવોકેટશ્રીઓ વગેરે પણ ઉપસ્થિ રહેનાર છે.