ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જુલાઈ 2018 (14:33 IST)

કુંવરજી બાવળિયાએ કર્યા કેસરીયા, 5 જૂલાઈએ વિધિસર ભાજપમાં જોડાશે

ગાંધીનગર, કોંગ્રેસના નારાજ નેતા કુંવરજી બાવળિયાએ સવારે પંજાનો સાથ છોડી દીધો છે અને બપોરે કમલલમાં કેસરીઓ કર્યો છે. કુંવરજી બાવળિયા હવે ભાજપમાં છે.

કુંવરજી બાવળિયાનો જન્મ 16 મે, 1955માં રાજકોટના જસદણમાં થયો હતો. તેઓ B.Sc.,B.Ed.ની ડિગ્રી મેળવી ચૂક્યા છે. 2009માં 15મી લોકસભામાં રાજકોટ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાયા હતા.

માહિતગાર સૂત્રો વધુમાં કહે છે કે ભાજપ હાઇકમાન્ડ કુંવરજી બાવળિયાને તેમની જસદણની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી પણ શક્યતા છે. આ દરમ્યાન કુંવરજી બાવળિયાનું રાજીનામું કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન હોઇ કોંગ્રેસનો લોકસભાની ઓછામાં ઓછી દસ બેઠક જીતવાનો દાવો પણ હવે ધૂંધળો બન્યો છે.

મીડિયાને પ્રતિક્રિયા આપી રહેલા બાવળિયાને ભાજપના પ્રવક્તાએ અટકાવ્યા હતા. આ ઉપરાંત કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવા માટે અને મીડિયા સમક્ષ શું બોલવું છે તેની તૈયારી માટે બેઠેલા નેતાઓ પાસે લઈ જવામાં આવ્યા હતા. જે સ્થળે પણ મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.