ગુજરાતના જસદ્ણ (Gujarat Jasdan up chunav election 2018)માં મતદાન ચાલુ છે. જસદણ વિધાનસભા પેટાચૂંટણી પાંચ વારના ધારાસભ્ય રહી ચુકેલા કોંગ્રેસના પૂર્વ નેતાકુંવરજી બાવળિયાના જુલાઈમાં પાટી અને સીટ પરથી રાજીનામુ આપીને બીજેમાં સામેલ થવાને કારણે થઈ રહ્યુ છે. બીજી બાજુ હત્યાના એક મામલે ઝારખંડ પાર્ટીના ધારાસભ્ય એનોસ એક્કાને સજા સંભળાવ્યા પછી ખાલી થયેલ કોલેબિરા વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે.
જસદણની આ ચૂંટણીમાં કુંવરજી બાવળિયા અને અવસર નાકીયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. જસદણ બેઠક દાયકાઓથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યા બાદ ગુજરાતમાં સૌ-પ્રથમ વખત ચૂંટણી 1962માં યોજાઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધીમાં કુલ 14 વખત ચૂંટણી યોજાઈ છે. જે પૈકી ૩ વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત 5 વખત કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા વિજેતા થયા હતા. જયારે ભાજપ ફકત 2009ની પેટાચૂંટણીમાં એક જ વાર વિજેતા થયુ હતું.
જસદણની પેટા ચૂંટણીમાં આજે 2.32 લાખ મતદારો કોંગ્રેસ- ભાજપ સહિત આઠ ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે જે સાંજે 5 વાગ્યા સુધી 262 મતદાન મથક ઉપર ચાલશે. આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે છે. બાવળીયા હારે તો તેમની આખી રાજકીય કારકિર્દી ઉપર પાણી ફરી વળશે. જ્યારે અવસર નાકીયા માટે આ ચૂંટણી એક અવસર બની છે. બાવળીયા માટે હાર સર્વસ્વ ગુમાવવા જેવી તો નાકીયા માટે જીત જાયન્ટ કિલર જેવી બની રહેશે. આ પ્રતિષ્ઠાભર્યા અને ખરાખરીના જંગનું અપડેટ
– રાજકોટના જસદણમાં પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ
- જસદણ બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 74 ટકા મતદાન
– જસદણ પૂર્વમાં 69, જસદણ પશ્ચિમમાં 73 ટકા મતદાન
– જસદણ ઉત્તરમાં 72, જસદણ તાલુકામાં 78 ટકા મતદાન
– 23 ડિસેમ્બરે આવશે પેટાચૂંટણીનું પરિણામ
-પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 75 ટકા મતદાન થયું
- જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ, બપોરે બે વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન.
- પેટાચૂંટણીમાં ભારે મતદાન થવાની સંભાવના
- ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે.
-- બંન્ને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો હતો. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે.
- 12 વાગ્યે સુધી 36.85 ટકા મતદાન કરાયું.
- 11 વાગ્યે સુધી 23 ટકા વોટીંગ થઈ
- જસદણની પેટા ચૂંટણીને લઈને અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 1100 જવાનો ફરજ બજાવશે. જેમાં પોલીસના 306, જીઆરડીના 311, પેરા મેલિટરીની છ કંપનીના 540 જવાનને તહેનાત કરવામાં આવ્યા છે.
- કુલ 159 સ્થળ પર 262 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 72 સ્થળો પર આવેલા 126 બૂથ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
– સવારે 10 વાગ્યા સુધીમાં કડકડતી ઠંડીમાં સરેરાશ 13% મતદાન
– ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરી કહ્યું હતું કે, આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું.
- કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
– કુવરજીભાઇના પુત્ર મનિષ બાવળિયાએ મતદાન કર્યું
– કુંવરજી બાવળિયાએ મતદાન કરીને જણાવ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક મતદાન હશે. જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ 21000 છે જે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતે તેવો દાવો કર્યો છે
– આસલપુરમાં છકડો લઇ અવસર નાકિયા મતદાન કરવા પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું
– મતદાન શરૂ થાય તે પહેલાં જ કડકડતી ઠંડીમાં લોકો લાંબી-લાંબી લાઇનોમાં રહ્યા ઉભા
– જસદણ બેઠક પર દિવ્યાંગ મતદારો માટે ખાસ બૂથ અને મહિલા મતદારો માટે મોડલ મતદાન મથક પણ આ ચૂંટણીમાં ઊભા કરાયા છે.
– કુલ મતદારોમાં 1,22,180 પુરૂષ, 109936 સ્ત્રી મતદાર