રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2024 (13:34 IST)

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

whirlwind of protest in Dhrol
whirlwind of protest in Dhrol

ક્ષત્રિય સમાજ વિશેના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી. ઊલટાનો વિવાદ વકરતો જાય છે. ખાસ કરીને જામનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો.

ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને 'રૂપાલા' હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ પૂનમબેનની રેલીમાં પણ ક્ષત્રિય યુવાનો ધસી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી પોલીસે 100થી વધુ યુવાનોની અટકાયત કરી હતી. ગતરોજ સમગ્ર ધ્રોલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો અને સભા યોજાઈ હતી. આ રોડ શો દરમિયાન ધ્રોલના નગરના નાકા પાસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં ક્ષત્રિય સમાજના યુવકો સભા સ્થળે અને રેલીમાં ઘૂસી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.ક્ષત્રિય યુવાનો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની ગાડી સુધી પણ ધસી આવ્યા હતા. આ રોડ શો દરમિયાન જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી દેવધા, શહેર ડીવાયએસપી જે.વી ઝાલા, સહિત એલસીબી પોલીસ અને એસ ઓ જી ની ટીમો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી હતી છતાં ક્ષત્રિય યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.