રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 નવેમ્બર 2020 (11:54 IST)

દીપાવલી ભેટ: રાજ્ય સરકારના 5 લાખથી વધુ કર્મચારીઓને મળશે 10 હજારનું એડવાન્સ બોનસ

રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓ ને દીપાવલી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો મુખ્યમંત્રીનો કર્મયોગી હિતકારી નિર્ણય લીધો છે.  
 
ડિજિટલ  ટ્રાંજેક્શનને વધુ પ્રોત્સાહિત કરવા  આ એડવાન્સની રકમ  અધિકારીઓ કર્મચારીઓને રૂ પે કાર્ડના સ્વરૂપમાં  આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સ ની રકમ  વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત  લેવામાં આવશે.
 
મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓ ની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓ ના વ્યવસાય રોજગાર ને વેગ મળશે. પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્ર ને પણ નવી ગતિ મળશે.