સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (11:53 IST)

મોંઘવારીએ પ્રજાનું તેલ કાઢી નાખ્યું, હવે સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો

Oil & Oilseeds
મોંઘવારી બેકાબુ બની છે. અનાજ, કઠોળ દૂધ, તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જનતાએ વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે.  ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ખાદ્યતેલમાં ભાવ વધારો લોકોનું તેલ કાઢી રહ્યો છે. ખાદ્ય તેલના ભાવમાં ભડકો થતા સામાન્ય વર્ગ ચિંતામાં મુકાયો છે. છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફે એકવાર સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. 
 
ખાદ્યતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો છે. જેમાં નવા તેલની આવક વચ્ચે ભાવ વધારો નોંધાતા મધ્યમ વર્ગને વધુ એક માર પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કપાસિયા તેલના ડબ્બામાં 5 રૂપિયાનો વધારો તો સીંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો વધારો થયો છે. જેને લઈ હવે સીંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2 હજાર 720 થયો છે.
 
આગામી દિવસોમાં કપાસિયા અને સીંગતેલ તેલના ડબ્બાના ભાવમાં હજુ રૂ.50 થી 70 નો વધારો થવાની શકયતા છે. સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીની મબલખ આવક થઈ રહી છે. આમ છતાં ભાવ પર કોઇ અંકુશ ન હોવાથી અને ડિસેમ્બર મહિનામાં ગ્રાહક વધતા એક જ દિવસમાં સીંગતેલના ડબ્બામાં રૂ. 25 અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂ.30 નો વધારો નોધાયો છે.
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, બે દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. તો અહી નોંધનીય છે કે, છેલ્લે વર્ષ 2022ના લગભગ ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. જેમાં તે સમયે સિંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયાનો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 660થી વધી 2 હજાર 700 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
 
વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.