સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (10:32 IST)

સે નો ટુ ડ્રગ્સ’ : સુરતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ડ્રગ્સ પ્રત્યેની જાગૃતિ માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન

સુરત શહેર પોલીસ ડ્રગ્સના દુષણ સામે લડવા અને શહેરીજનો ખાસ કરીને યુવાધનને જાગૃત્ત કરવા છેલ્લા બે વર્ષથી 'નો ડ્રગ્સ'નું અભિયાન ચલાવી રહી છે. આજે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના દૈત્યને નાથવા અને વધુમાં વધુ નાગરિકોને જાગૃત કરવા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરતના ઈતિહાસમાં સૌપ્રથમવાર ડ્રગ્સ સહિતના પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 
 
જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ હિરેન રબારીએ વિવિધ પ્રતિબંધિત નશાકારક પ્રદાર્થોનું વિસ્તૃતમાં માહિતગાર કર્યા હતા. જેમાં એમ.ડી. ડ્રગ્સ(મેફેડ્રોન), ચરસ(હશીસ), કોકેઈન, બ્રાઉન સુગર, ગાંજો, અફીણ, એસ.એસ.ડી. ડ્રગ્સ, નશાકારક ગોળીઓ, કોડેઈન સિરપ, ઈ-સિગારેટ સહિતના વિવિધ પ્રતિબંધિત પ્રદાર્થોનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 
 
પ્રદર્શનમાં સહિત મોટી સંખ્યામાં આવતા યુવાઓ, યુવતીઓ, વડીલોને નશીલા પદાર્થોથી થતી શારીરિક અને માનસિક બીમારીઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં હિરેન રબારીએ કહ્યું હતું કે, યુવાઓ દ્વારા નશાકારક પદાર્થોના સેવનથી શરીરને અતિ હાનિ પહોંચે છે, ત્યારે નશીલા પદાર્થો યુવાઓને કઈ રીતે બરબાદી તરફ દોરી જાય છે તેની ક્રમબદ્ધ વિગતો આપી હતી.