રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (13:10 IST)

અમદાવાદને ઇન્દોરની જેમ હરીયાળુ બનાવવા IIM ઇન્દોર કરશે આ કામ

IIM ઇન્દોર પાસેથી હવે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને ટ્રાફિક મેનેજમેન્ટના પાઠ શીખશે. ઇન્દોર IIMના વિદ્યાર્થીની મહેનત અને કુનેહને પરિણામે જે રીતે ઇન્દોર શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવ્યું છે, તેવું જ હરિયાળું અને સ્વચ્છ અમદાવાદને બનાવવા માટે ગુજરાત યુનીવર્સીટી દ્વારા ઇન્દોર IIM અને ગુજરાત યુનીવર્સીટી વચ્ચે MOU કરવામાં આવ્યા છે.
 
ઇન્દોરને છેલ્લા 3 વર્ષથી સ્વચ્છ સિટીનો એવોર્ડ મળે છે. ત્યારે અમદાવાદને ઇન્દોરની જેમ હરિયાળુ બનાવવા IIM ઇન્દોર કામ કરશે. ગુજરાત યુનિવર્સિટીના VC એ આજે IIM ઇન્દોર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે પણ IIM ઇન્દોર ઉપયોગી બનશે.
 
જે અન્વયે હવેથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્વછતા અને ટ્રાફિક મેનેજમેન્ટ જેવા વિષયો પર IIM ઇન્દોર પાસેથી પાઠ ભણશે. જેમાં અમદાવાદને ઇન્દોરની જેમ હળીયાળુ બનાવવા IIM મદદ કરશે. જે માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને IIM ઇન્દોરના ડાયરેકટર સાથે કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યા. એટલુંજ નહીં સંશોધન ક્ષેત્રે પણ IIM ગુજરાત યુનિવર્સિટીની ઉપયોગી બનશે.