અમદાવાદમાં કાપડની ફેક્ટરીના ગોડાઉનમાં આગ, 7ના મોત
નારોલ પીપલજ રોડ પાસે આવેલી નંદીમ ડેનિમ નામની કાપડ ફેકટરીનાં ગોડાઉનમાં શનિવારે સાંજે 5.45 વાગ્યે અચાનક ભીષણ આગમાં કર્મચારી સહિત 7 લોકોના મોત નિપજ્યા હતા. આ પાંચેય મૃતકો ફેકટરીના આગળના ભાગમાંથી ભડથું થયેલી હાલતમાં મળી આવેલાલોકોની ઓળખ કરવામાં આવી છે. નંદીમ ડેનિમમાં અચાનક આગ ફાટી નિકળતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
ઘટનાની ફાયરવિભાગને જાણ કરતા 12 ફાયરફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. આગે વિકરાળસ્વરુપ ધારણ કર્યું હતુ. જો કે, આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. આ કાપડ યુનિટ હોવાથી બે માળના બે મોટા ગોડાઉનમાં કોટન અને કાપડ સહિત અન્ય ચીધવસ્તુઓનો જથ્થોના કારણે આગ ઝડપીથી ફેલાઇ ગઇ હતી.
આગને કાબુમાં લેવા માટે અત્યાધુનિક ક્રેનની પણ મદદ લેવામાં આવી છે. ફાયર બ્રિગેડ ફેક્ટરીનો શેડ તોડીને ક્રેનની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. આગ દરમિયાન 7 લોકોના મોત નિપજ્યા છે.
આ આગમાં ફેકટરીના ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે.આ કર્મચારીઓ ભિષણ આગના કારણે ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યા છે અથવા આગના કારણે ચારે બાજુ ફેલાયેલા ધુમાડાના ગોંટેગોટાના કારણે ગુંગળાઇ જવાથી તેમના મોત નિપજ્યા છે કે કેમ ? તેનું કારણ પોસ્ટમોર્ટમના રીપોર્ટ બાદ જાણી શકાશે.
મૃતકોની યાદી
રોનકબેન રાવલ
કુંજનભાઈ તિવારી
સુમિત્રાબેન પટેલ
ભલાભાઈ મકવાણા
ગણેશ પટેલ
ગોવિંદ કુમાર
અરવિંદ દેસાઈ