બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (10:40 IST)

દાહોદમાં 6 સંતાનની માતા 14 વર્ષના કિશોરને પતિ બનાવવા ભગાડી ગઇ

ફતેપુરા તાલુકામાં રહેતી આશરે 35થી 40 વર્ષની ઉમર ધરાવતી છ સંતાનોની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને પતિ તરીકે રાખવા માટે ભગાવી ગઇ છે. કિશોરને પોતાની સાથે લઇ ગયા બાદ બંનેને પકડીને પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે કિશોરને લઇને બીજી વખત રવાના થઇ ગઇ હતી. શોધખોળ બાદ પણ બંનેનો કોઇ જ પત્તો નહીં લાગતાં અંતે કિશોરના પિતાએ પોલીસ મથકે અરજી પણ આપી છે.ફતેપુરા તાલુકાના બે પરિવાર ગાંધીનગર ખાતે એક સાથે મજુરી કામ કરતાં હતાં. ત્યારે એક પરિવારમાં 6 સંતાનની માતા એવી મહિલા બીજા પરિવારના 14 વર્ષિય કિશોર ઉપર મોહી પડી હતી. પ્રેમી બનાવ્યો હતો તેટલી ઉમરના તો મહિલાના બાળકો છે અને એક દિકરીનું તો લગ્ન પણ કરી દીધુ હોવાનું જાણવા મળ્યુ છે. કિશોર અને તેનો પરિવાર કોઇ કારણોસર પરિવાર વતન આવી ગયો હતો ત્યારે પ્રેમમાં અંધ મહિલા ગાંધીનગરથી એકલી આવીને કિશોરને સુખસર બોલાવી તેને લઇને ગાંધીનગર રવાના થઇ ગઇ હતી.મહિલાના પતિએ કિશોરના ઘરે જઇને છોકરો તેની પત્નીને ભગાવી ગયો હોવાની જાણ કરી હતી. બંને ગાંધીનગર જ હોવાની જાણ થતાં કિશોરનો પરિવાર 5 દિવસ પહેલાં બંનેને પકડીને બસ દ્વારા ફતેપુરા લાવી રહ્યા હતાં. ત્યારે સંતરામપુરમાં મહિલાએ વાકચાતુર્ય વાપરી તેને લઇ જશો તો સાસરી પક્ષવાળા તમારી પાસેથી દાવો માંગશે તેમ કહીને બધાને બસમાંથી ઉતારીને વાતે વળગાડ્યા હતાં. તકનો લાભ લઇને તે ફરીથી સંતરામપુરથી કિશોરને લઇને રવાના થઇ ગઇ હતી. તપાસ દરમિયાન આ મહિલા કિશોર સાથે પોતાના પિયરમાં હોવાનું જાણવા મળ્યુ છે. જોકે, તે કિશોરને પરત ન આપી તેના પતિ તરીકે રાખવા માગે છે. પીએસઆઇ એન.પી સેલોત કહ્યું હતું કે, મહિલા કિશોરને પતિ તરીકે રાખવા ભગાવી ગયાની અરજી આવી છે. તેના આધારે તપાસ ચાલુ છે. કિશોરની ઉમરના પુરાવા લઇને તેના પિતાને કાલે બોલાવ્યા છે. અભ્યાસ બાદ ગુનો દાખલ કરાશે. છોકરાના પિતાએ આધાર કાર્ડમાં લખેલી જન્મ તારીખ ઉપરથી તેની ઉમર 14 વર્ષની હોવાનો દાવો કરીને અરજી કરી છે પરંતુ અંગત વર્તુળોના જણાવ્યા પ્રમાણે છોકરાએ તેના પિતા સાથે વાત કરી હતી અને તે 1997માં જન્મ્યો હોવાનું જણાવ્યુ હતું. છોકરા મુજબ તે પુખ્ત થઇ ગયો છે જ્યારે પિતા મુજબ તે હજી સગીર છે. માટે પોલીસ પણ વિમાસણમાં મુકાયેલી છે. જોકે, સોમવારે છોકરાનો પરિવાર અને મહિલાના પિયર તથા સાસરી પક્ષના લોકો સુખસરમાં ભેગા થાય તેવું જાણવા મળ્યું છે.