સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 28 જૂન 2018 (15:08 IST)

એવું ન થાય કે ગુજરાતમાં શિક્ષણ મુદ્દે મોટું જનઆંદોલન ઉભું થઈ જાય - હાર્દિક પટેલનાં પત્રમાં શિક્ષણમંત્રીને ચિમકી

, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ખુલ્લો પત્ર લખ્યો છે. હાર્દિકે પત્રમાં આરટીઈના અમલમાં થતાં ઠાગાઠૈયા અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમાં શિક્ષણમંત્રીને ચિમકી આપતાં જણાવ્યું છે કે, એવું ન થાય કે ગુજરાતમં શિક્ષણ મુદ્દે મોટું જનઆંદોલન ઉભું થઈ જાય.

આરટીઈ એક્ટ મુજબ જો કોઈ બાળકને પ્રવેશ મળે છે તો પણ તે બાળક સાથે અમીરી ગરીબીનો ભેદભાવ થાય છે અને આ ભેદભાવ ભારતના બંધારણનું અપમાન કરે છે. આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળક તરીકે પ્રવેશ લેવો એ ગુનો નથી. છતાં શાળા સંચાલકો આ બાળકો સાથે અમીરી ગરીબીનો ભેદભાવ રાખી સામાન્ય બાળક અને આરટીઈ હેઠળના બાળકોના વર્ગખંડ અલગ અલગ રાખીને ગરીબી અને અમીરી વચ્ચે વૈમનશ્ય ફેલાવાનું ષડયંત્ર થઇ રહ્યું છે. 

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, આરટીઈ એક્ટ હેઠળ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. જેમાં ૫થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને તત્કાલીક પ્રવેશ આપવો જરૂરી છે. પરંતુ હજુ પણ ૩૦,૦૦૦થી વધુ ગરીબ બાળકો પ્રવેશથી વંચિત છે. જેનું મુખ્ય કારણ છે ખાનગી શાળા સંચાલકોની વધતી જતી દાદાગીરી અને મનમાની.