ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ઑગસ્ટ 2018 (12:30 IST)

હાર્દિકના ઉપવાસ આંદોલન પહેલા પોલીસે કયા કન્વીનરોની અટકાયત કરી

પાસ કન્વિનર હાર્દિક પટેલના આજથી એટલે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ તેના ઘરેથી ચાલું થઈ ગયા છે. હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું અને પાટીદાર સમાજને અનામત મળે તેવી મુખ્ય માંગણીઓ સાથે હાર્દિક આજથી આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યો છે. તે પહેલા રાજ્યની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હાલ રાજ્યના અનેક જાહેર રસ્તાઓ પર પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. હાર્દિક આજે બપોરે 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ શરૂ કરે તે પહેલા અનેક કાર્યકારોની અટકાયતના અહેવાલો મળી રહ્યા છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવાઈ છે.હાલ મળી રહેલા અહેવાલ અનુસાર મોરબીના ટંકારામાંથી અનેક કન્વીનરની અટકાયત કરવામાં આવી છે. હાલ પાસ કન્વીનર પ્રકાશ સવસાણીની અટકાયત કરવામાં આવી છે. તેની અટકાયત કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે. ત્યાં પ્રકાશ સવસાણી અને અનેક કાર્યકારોએ પોલીસ સ્ટેશનમાં જ અનશન શરૂ કર્યા છે. તમને જણાવીએ કે હાર્દિકના આંદોલનને ખુલ્લો ટેકો પ્રકાશે જાહેર કર્યો હતો. પ્રકાશ ગાંધીનગર ખાતે પ્રાઈવેટ કામે જતો હતો, ત્યાં રસ્તામાંથી તેની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય મહેસાણામાં પણ પાસ કન્વીનરને નજરકેદ કરાયા છે. હાર્દિક પટેલના ઉપવાસને લઈને કાર્યવાહી તેજ થઈ ગઈ છે. પાસ કન્વીનરોના ઘરે આજે વહેલી સવારથી જ પોલીસના ધામા છે. હાલ પાસના સુરેશ પટેલ અને સતીશ પટેલ નજરકેદ કરાયા છે.