ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (14:26 IST)

સુરત ખાતે દેશનાં સૌથી મોંઘા 500 કરોડના ડાયમંડ ગણેશની કરાઈ સ્થાપના

ગણેશ ચતુર્થી એટલે કે વિધ્નહર્તા ગણેશજીનો જન્મ દિવસ  સુરત શહેરમાં 70 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારમાં હીરા વેપારી ઘરે 500 કરો઼ડના નેચરલ ડાયમંડવાળા ગણેશજીના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવી રહયા છે.

ગણપતિ બાપ્પા મોર્યા! તમામ દેવોમાં જેની સૌ પ્રથમ પૂજા થાય છે તેવા દુંદાળા દેવ ગણેશજીના મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે. સતત દસ દિવસ સુધી ભકતો દ્વારા ગણેશજીની રોજ પૂજા-આરાધના કરવામાં આવશે અને દસ દિવસ બાદ ચૌદશના દિવસ બાપ્પાની મુર્તિનું વિસર્જન કરવામાં આવશે, ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારનાં દાન ગીગેવ સોસાયટીમાં રહેતા હીરાના વેપાર સાથે સંકળાયેલા રાજેશભાઈ પાંડવના ઘરે 500 કરોડના નેચરલ ડાયમંડમાં સાક્ષાત બાપ્પાનાં દર્શન થયા છે.

આ ગણપતિ બાપ્પાની ખાસિયતની વાત કરીએ તો સન 2005માં રાજેશભાઈ જયારે હિરાની દલાલી કરતાં હતા તે સમય આ ડાયમંડ તેમની પાસે આવ્યો હતો. ત્યારે રાજેશભાઈને આ ડાયમંડમાં સાક્ષાત બાપ્પાના દર્શન થયા હતા. જેથી તેઓએ પરીવારની આ બાબતે વાત કરી તો પરીવારજનોએ આ ડાયમંડને ઘરે રાખી મુકવા રાજી થઈ ગયા હતા. સતત 13 વર્ષથી રાજેશભાઈ આ ડાયમંડ સ્વરૂપે નેચરલ ગણપતિ બાપ્પાને ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરે જ સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી બાપ્પાની પૂજા- અર્ચના કરવામાં સહેઝ પણ કચાસ નથી રાખતા. બાપ્પાના દર્શન કરવા માટે મોટીસંખ્યામાં લોકો આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.