સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 માર્ચ 2018 (15:18 IST)

ગીરસોમનાથમાં આ ધારાસભ્યોએ ડાયરામાં કર્યો નોટોનો વરસાદ

એક તરફ ગુજરાતમાં ગરીબ પરિવારો વધી રહ્યાં છે. બેરોજગારો રોજી માટે તડપી રહ્યાં છે ત્યારે ગીર સોમનાથના બોડીદર ગામે ધારાસભ્યોની ઉદારતા નજરે પડી હતી. આ ગામે યોજાયેલા લોક ડાયરામાં ભાજપના મહિલા સાંસદ જામનગરના પૂનમ માડમ અને કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ કરતાં ચકચાર જામી છે. ગીરસોમનાથના કાર્યક્રમ આહીર એકતા મહોત્સવ દરમ્યાન યોજાયેલા લોક ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે આવેલા રા નવઘણના રખેવાળ એવા દેવાયત બોદારના મંદિર ખાતે ગુજરાત ભરના આહીર સમાજ દ્વારા આહીર એકતા મહોત્સવનું આયોજન કરાયું હતું. છેલ્લા દિવસે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. લોકડાયરામાં ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઇ આહીરે પર નોટોનો વરસાદ થયો હતો. 25 થી 30 લાખ રૂપિયાથી વધું નોટો વરસાદ આ 4 કલાકના કાર્યક્રમમાં કર્યો હતો.કાર્યક્રમમાં પૂનમ માડમ અને અમરીશ ડેર રાત ભર ઉપસ્થિત રહ્યા હતા.