1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat weather forecast

ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી મેઘમહેર: 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

rain alert
rain alert
 
ગુજરાતમાં ચોમાસુ ફરી એકવાર જોર પકડી રહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી બાદ હવે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય પર એકસાથે ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે 15 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય

 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર મોન્સૂન ટ્રફ, લો-પ્રેશર એરિયા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન એમ કુલ 4 મજબૂત સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. આ તમામ સિસ્ટમ્સના ભેગા થવાથી રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની બેટિંગ જોવા મળી શકે છે.
 

12 ઓગસ્ટ સુધી તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ

 
10થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી માહોલ રહેશે. આ સમયગાળા દરમિયાન ગાંધીનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા જેવા જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આશંકા છે.

11 ઓગસ્ટે આ જિલ્લાઓમાં 'યલો એલર્ટ'

 
ખાસ કરીને 11 ઓગસ્ટના રોજ રાજ્યના કેટલાક ખાસ જિલ્લાઓમાં ભારે વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લાઓ માટે ભારે વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કર્યું છે, જેથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
 
આગળનો લેખ
એર ઇન્ડિયામાં કમાન્ડર કેવી રીતે બની શકાય? ટૂંક સમયમાં એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં AI એક્સપ્રેસનો અનુભવ ફરજિયાત હશે.