સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 ડિસેમ્બર 2018 (14:21 IST)

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં મોટો ભૂકંપ સર્જાવાની શક્યતાઓ

ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતી બાદ ભાજપ સત્તાના સૂત્રો લીધા હતા પરંતુ નેતાઓની આંતરિક ખેંચતાણ અને મંદીને કારણે સરકારની કામગીરી ખૂબ જ નબળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને વહીવટનો ખાસ વધુ અનુભવ ન હોવાથી તેમની વહીવટી તંત્ર ઉપર પકડ નથી એવી એક છાપ ઉભી થઈ ગઈ છે. 

સનદી અધિકારીઓ ઉપર મુખ્યમંત્રીએ આધારિત રહેવું પડે છે જેને કારણે આવા કેટલાક અધિકારીઓ મુખ્યમંત્રીને સત્ય જણાવતા નથી. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કામગીરી પણ મંત્રીઓમાં તેમજ ભાજપના ધારાસભ્યોમાં ભારે આક્રોશ જોવા મળે છે. લોકોના કામોની કે સરકારી કર્મચારીઓના કામોની સાચી પણ જલદીથી ક્લિયર થતી નથી. આ સંદર્ભમાં કેટલાક નેતાઓએ ભાજપ દિલ્હી હાઈ કમાન્ડને ફરિયાદ પણ કરી છે આમ છતાં સ્થિતિ બદલાઈ નથી. 

બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી સરકારના વિવિધ વિભાગોમાં કોઈ જ નવા મોટા પ્રોજેક્ટ કે યોજનાઓ કે લોકહિતના કાર્યો થતા નથી. માત્ર ઉદ્ઘાટનો અને નાના-મોટા કાર્યક્રમોમાં મંત્રીઓ આંટાફેરા કરે છે. સચિવાલયના વિવિધ વિભાગોમાં તેમજ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ જ્યાં બેસે છે તેવા સ્વર્ણિમ સંકુલ 1 અને બે માં નાગરિકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. પોતાના સાચા અને નિયમો હોવા છતાં ધક્કા ખાઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આથી હવે લોકોએ ઓછું કરી દીધું છે. ઉપરાંત પાટીદાર આંદોલન પરના હુમલા વગેરે જેવી સ્થિતિઓમાં સમયસરના પગલા લેવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. 

સરકારની કામગીરી સામે લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળે છે. શાળાઓમાં ફી ઘટાડાને મુદ્દે સરકાર નિષ્ફળતા સામે પણ આક્રોશ છે. સરકારી નોકરીઓ માટે જાહેરાતો આપવામાં આવે છે પરંતુ ભરતી કરાતી નથી. બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી હાલની નેતાગીરીના નેજા હેઠળ કરવામાં આવે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે તેમ છે આ પ્રકારનો રિપોર્ટ મળ્યો છે. 

જેને કારણે હાઈ કમાન્ડે સરકારમાં ધરખમ ફેરફારો કરવાનું મન બનાવી લીધું છે. સચિવાલયમાં થઇ રહેલી ચર્ચા મુજબ જો મુખ્યમંત્રી બદલાવાની સ્થિતિ સર્જાય તો નવા મુખ્યમંત્રી તરીકે સૌરાષ્ટ્રના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને નવા મુખ્યમંત્રી તરીકે બેસાડી શકે તેમ છે. સાથોસાથ નાયબ મુખ્યમંત્રીને પણ આ સ્થિતિમાં સાઈડમાં કરી દેવાશે. સુત્રો જણાવે છે કે ભાજપ દિલ્હી હાઇકમાન્ડ સૌપ્રથમ જસદણની પેટા ચૂંટણીનું પરિણામ ધ્યાનમાં લેશે જ્યારે ભાજપ સરકારમાં બેઠેલા કેટલાક મંત્રીઓ નામ નહીં આપવાની શરતે જણાવે છે કે હાઈ કમાન્ડ લોકસભાની ચૂંટણી સુધી રાહ જોશે ત્યારબાદ નેતૃત્વ અંગે નિર્ણય કરશે.