એક દિવસ અકબર તેના બે દિકરાઓ અને બિરબલ નદીએ ગયા. ત્યાં અકબર અને તેના બંને દિકરાઓએ કપડાં ઉતારી બિરબલને સાચવવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા. બિરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઉભો હતો.
અકબર અને તેના દીકરાઓના કપડા બિરબલના ખભા પર હતા. જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બિરબલને ખભા પર કપડા લઈને ઉભેલો જોયો. આથી અકબરને મજાક કરી ખિજવવાનું મન થયું.
તે બોલ્યો ; ”બિરબલ તું જાણે ધોબીના ગધેડાની જેમ ભાર ઉચકીને ઉભો હોય તેવું લાગે છે.”
હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો; “જહાંપનાહ,ધોબીનો ગધેડો તો એક જ ગધેડાનો ભાર ઉચકે…મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે.”અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો…..!!