શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 માર્ચ 2018 (10:43 IST)

વિધાનસભાની કાળી ઘટના, કોંગ્રેસના બે ધારાસભ્યો 3 વર્ષ અને 1 ધારાસભ્ય એક વર્ષ માટે સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાના ઈતિહાસની ગૃહમાં મારામારીની બીજી કલંકિત ઘટના બાદ ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં બે ધારાસભ્યો અંબરીશ ડેર અને પ્રતાપ દુધાતને 3 વર્ષ માટે અને બળદેવ ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવા માટે વિધાનસભામાં દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેને પગલે વિધાનસભા અધ્યક્ષે બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ કોંગ્રેસના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની ગુજરાત વિધાનસભાના ઈતિહાસની પ્રથમ ઘટના બની હતી. જેમાં બે ધારાસભ્યો ત્રણ વર્ષ સુધી અને એક ધારાસભ્ય એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના પ્રભાત દુધાત અને અમરીશ ડેરને ત્રણ વર્ષ સુધી એટલે કે 31/3/2021  સસ્પેન્ડ કરવાની દરખાસ્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુકી હતી. સાથે જ કોંગ્રેસના અન્ય ધારાસભ્ય બળદેવજી ઠાકોરને પણ એક વર્ષ સુધી વિધાનસભા ગૃહ સહિત વિધાનસભાની સમિતિમાંથી બરતરફ કરવામાં આવે તેવી દરખાસ્ત રજૂ થઈ હતી. આમ 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી દરખાસ્ત સત્તાધારી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી  બે ધારાસભ્યો ત્રણ વર્ષ સુધી અને એક ધારાસભ્ય એક વર્ષ સુધી સસ્પેન્ડ થશે અને વિધાનસભાની કાર્યવાહીમાંથી બહાર રહેશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ પ્રજાના પ્રશ્ન માટે ધારાસભ્યોને સજા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે સરકાર વતી નાયબ મુખ્યમંત્રીની દરખાસ્તને ભૂપેન્દ્રસિંહે ટેકો આપીને 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત થતાં ધાનાણીએ પણ જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીને 3 વર્ષ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. કોગેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ આ દરખાસ્ત મામલે  પ્રતાપ દૂધાતને ઉશ્કેરણી કરનાર ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને પણ આજ રીતે સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ ગૃહમાં વિપક્ષ ની બેઠક સુધી આવી જવા બદલ હર્ષને પણ ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.