સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જૂન 2018 (12:21 IST)

ડેશ બોર્ડ સરકાર નું ત્રીજું નેત્ર, તમામ સરકારી વિભાગો પર નજર રાખશે

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સી.એમ ડેશ બોર્ડ દ્વારા સરકાર ના પબ્લિક ડિલિંગ વિભાગો નું સીધું મોનીટરીંગ મુખ્યમંત્રી કાર્યાલય થી થશે તેમ જણાવ્યું છે.. રાજ્ય સરકાર ના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈ માસ ના અંત સુધી માં જોડાઈ જશે એમ તેમણે જાહેર કર્યું છે. મુખ્યમંત્રી એ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને  મીડિયા સમક્ષ આ ડેશ બોર્ડ ની કામગીરી નું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ કર્યું હતું.  તેમણે એમ પણ કહ્યું કે બધા જ  જિલ્લા કલેક્ટરો ડી ડી ઓ એસ.પી ને પ્રતિ માસ 8 થી 10  મુદ્દાઓ ફોક્સ પોઇન્ટ તરીકે આપીને એ વિષયો માં એમના જિલ્લા ની સ્થિતિ ની સમીક્ષા કરાશે. આવા ફોક્સ એરિયા માં શ્રેષ્ઠ દેખાવ માટે ની હેલ્ધી કોમ્પિટિશન થશે અને અધિકારીઓ ની એફિસિયન્સી નું સતત મોનીટરીંગ  પણ શક્ય બનશે.આના પરિણામે કાર્યદક્ષતા વધશે. વિજય ભાઈ એ કહ્યું કે આ ડેશ બોર્ડ માં હાલ 1700 જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ  સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તેના સન્દર્ભ માં જિલ્લા તાલુકા વિવિધ વિભાગો ની કામગીરી ની સમીક્ષા તલ સ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલય માંથી 3 કોલ  આપી કામગીરી પૂર્ણ કરવા ની સતત સૂચના અને દેખરેખ રખાય છે.  આ ડેશ બોર્ડ સરકાર નું ત્રીજું નેત્ર બનીને પારદર્શિતા થી ટેકનોલોજી ના ઉપયોગ થી ગુડ ગવરનાન્સ નો નવીન પ્રયોગ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી એ જણાવ્યું કે સર્વેલન્સ સીસ્ટેમ થી રાજ્યમાં ક્યાં સ્થળે કઇ સ્થિતિ છે તે પણ મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે. તેમણે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ માં રાજ્ય ની સિદ્ધિ અને સ્થિતિ પણ આના દ્વારા જાણી શકાશે એમ કહીને ઉમેર્યુકે  નેશનલ પેરામીટર્સ માં પણ મોનીટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. વિજય ભાઈ એ કહ્યું કે મોટા પ્રોજેક્ટ ના અમલીકરણ ફોલોઅપ  સમાયાવધી વિશે પણ આ ડેશ બોર્ડ ઉપયુક્ત બનશે.. મુખ્યમંત્રી એ સ્પષ્ટ પણે જણાવ્યું કે સી એમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે  તે અનુસાર  વિભાગો  જિલ્લાઓ કામગીરી કરશે. રાજ્ય ના વિવિધ વિભાગો ની આઈ. ટી ટિમ અને ડેશ બોર્ડ ના સંકલન થી આ પદ્ધતિને  વધુ પરિણામ લક્ષી બનાવવાશે તેમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. મીડિયા સમક્ષ ડેશ બોર્ડ ની જિલ્લા સ્તર ની સ્થિતિ નું પણ જીવન્ત નિદર્શન કરવા માં આવ્યું હતું.