ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 જાન્યુઆરી 2020 (15:59 IST)

અમદાવાદમાં 2.18 કરોડની પોર્શે કારને રૂ. 27 લાખ 68 હજારનો દંડ

શહેર ટ્રાફિક પોલીસે 29 નવેમ્બરના રોજ રૂટિન ચેકઅપ દરમિયાન 2.18 કરોડની પોર્શે(911) કાર ડિટેઈન કરી હતી. આ કારમાં નંબર પ્લેટ અને વેલિડ ડોક્યુમેન્ટ્સ ન હોવાથી કાર ડિટેઈન કરી હતી. ત્યાર બાદ આજે કાર માલિક રણજીત દેસાઈ પાસેથી રોડ ટેક્સ પેટે રૂ.16 લાખ જ્યારે દંડના વ્યાજ પેટે રૂ. 7 લાખ 68 હજાર અને રૂ.4 લાખ પેનલ્ટી મળીને રૂ. 27 લાખ 68 હજારનો દંડ કર્યો છે. પોલીસના દાવા મુજબ, દેશમાં સૌથી મોટો દંડ વસૂલવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ પોલીસે ટ્વિટ કરી જણાવ્યું કે, જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.આ પહેલા અમદાવાદ પોલીસે 29 નવેમ્બરના રોજ યોજેલી ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસ તોતિંગ દંડ વસૂલ્યો હતો. ટ્રાફિક પોલીસે હેલ્મેટ સર્કલ પાસે 2.18 કરોડની 911 મોડલની પોર્શે કારને અટકાવી તેના ચાલક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ માગ્યા હતા. પરંતુ કારમાં આગળ-પાછળ નંબર પ્લેટ ન હતી, સાથે જ જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી કારને ડિટેઇન કરવામાં આવી હતી અને કાર ચાલકને રૂ.9.80 લાખનો દંડ ફટકાર્યો હતો.